________________
પોતાના હૃદયપટ ઉપર કોતરી રાખવા જેવી છે. સાચા આસ્તિક્ય વિના આવા ઉત્તમ વિચારોનો આવિર્ભાવ થવો શક્ય નથી. અનુકંપા, નિર્વેદ, સંવેગ અને ઉપશમની શુદ્ધતાનો આધાર આસ્તિક્ય ઉપર છે. મિથ્યાત્વરૂપ મળ ગયા વિના વાસ્તવિક રીતે શુદ્ધ ગુણોની પ્રાપ્તિ થઈ શકતી નથી. વાચકવર શ્રી યશોવિજયજી મહારાજે ઉપદેશ રહસ્યમાં કહ્યું છે કે મિથ્યાત્વની હયાતિમાં દેખાતો સુંદર પરિણામ પણ વાસ્તવિક રીતે સુંદર હોઈ શકતો નથી.” આથી સમજાશે કે મૂળ વસ્તુ વિનાના ગુણો પણ ગુણાભાસની કોટિના છે. ધ્યેય વિનાના ઘોર તપને શાસ્ત્રકારોએ કાયકષ્ટની કોટિમાં મૂક્યું છે. આથી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં આસ્તિક્ય અખંડ હોય, તો જ સદ્ગણોની ખીલવટ સહજ થાય છે. એ આસ્તિક્યના જ પ્રતાપે આવા ભયંકર પ્રસંગે પણ શ્રી વાલીમહારાજા યુદ્ધભૂમિને ઘર્મભૂમિ બનાવવા જેવી વાત કરી રહ્યાા છે.
શ્રી રાવણ પણ ભગવાનના માર્ગ પ્રત્યે શ્રદ્ધાળુ છે. જો એમ ન હોય તો તે કહી દેત કે “અહીં આવ્યો હતો શું કરવા ? ધર્મની વાયડી વાતો જવા દે અને થતું હોય તે થવા દે.” પણ આમ કોણ કહે ? જે પ્રભુની વાણી ન પામ્યો હોય તે ! શ્રી વાલીમહારાજાથી બોધ પમાડાયેલા અને ધર્મના જાણકાર રાવણે પણ યુદ્ધ બંધ કરવાનો સેનાને હુકમ કર્યો અને સર્વ યુદ્ધમાં વિશારદ એવા રાવણે યુદ્ધનો આરંભ કર્યો. બેય સેના તટસ્થપણે કોણ જીતે છે અને કોણ હારે છે તે જુએ છે. હિંસા ગઈ અને ધમાચકડી મટી. રાવણે જે-જે અસ્ત્રો મૂક્યાં તે બળવાન વાલીએ પોતાનાં અસ્ત્રોથી, સૂર્ય જેમ અગ્નિના તેજને હણી નાખે, તેમ હણી નાખ્યાં. વાલી તો માત્ર રાવણના અસ્ત્રને છેદતાં, પણ નવું ન મૂકતાં માત્ર પ્રહારનો બચાવ કરતા. ધીર આત્માઓની આજ ઉત્તમતા છે. ધીરતા વિનાના વીરો એ સાચા વીર નથી.
'શ્રી રાવણ અને ધર્મભાવ...૪
,
૯૭ રાક્ષશવંશ
અને વાનરવંશ