________________
द्विषज्जयाय यद्येश, तथाऽप्यर्हो न दोष्मताम् । दोष्मन्तो हि निजैरेव दोर्भिविजयकांक्षिणः । હું હોલ્માવવÆાસિ, સૈન્વયુદ્ધ વિનુખ્ય તત્ अनेकप्राणिसंहारा ચ્ચિરાય નરાય યત્ 3??
વિવેકી આત્માઓને પ્રાણીમાત્રનો પણ વધ કરવો એ યોગ્ય નથી, તો પછી હસ્તિ આદિ પંચેન્દ્રિય પ્રાણીઓના વધની તો વાત જ શી ? જોકે આ પ્રાણીઓનો વધ દુશ્મનોના વિજયને માટે કરાય છે, તોપણ પરાક્રમી પુરુષો માટે આ યોગ્ય નથી કારણકે પરાક્રમી પુરુષો પોતાની જ ભુજાઓથી વિજયની કાંક્ષા-ઇચ્છા રાખવાવાળા હોય છે. તમે પરાક્રમી અને શ્રાવક છો, માટે જે યુદ્ધ અનેક પ્રાણીઓના સંહારથી ચિરકાળ સુધીના નરકાવાસ માટે થાય છે, તે સૈન્યના યુદ્ધને છોડી દો !' ભાગ્યશાળી ! વિચારો, આ સમ્યગ્દષ્ટિ રાજાની અનુપમ વિવેકશીલતા ! ગમે તેવા પ્રસંગે અને ગમે તેવા સ્થળે પણ, સમ્યગ્દષ્ટિ આત્મા પોતાની વિવેકશીલતા નથી ગુમાવતા ! એનો આ એક અનુપમ અને અદ્વિતીય દાખલો છે. જેઓ આજે સંસારની પ્રવૃત્તિને ધર્મરૂપ મનાવવા માંગે છે, તેઓએ આ પ્રસંગનો ખાસ અભ્યાસ કરવાની જરૂર છે. પરમશુદ્ધ સમ્યગ્દષ્ટિ શ્રી વાલીમહારાજા સ્પષ્ટ પણે જાહેર કરે છે કે યુદ્ધ, એ નરકનું કારણ છે અને વિવેકી આત્માઓ માટે એક નાનામાં નાના જંતુની પણ હિંસા, એ યોગ્ય નથી. આવા અનેક ઉત્તમોત્તમ દૃષ્ટાંતોથી ભરેલા સાહિત્યમાંથી પણ પાપપોષક પ્રવૃત્તિ કાઢવાની ધૃષ્ટતા કરનારા, ખરેખર જ પોતાના આત્માનું અહિત કરવા સાથે જગતના જીવોની પણ કતલ કરવાનું કારખાનું ખોલનારા છે, અને એથી જ શ્રી જૈનશાસનમાં એવાઓને ‘હિટ્ટ નાળા' તરીકે
ઓળખાવ્યા છે.
ખરેખર, શાસ્ત્રમાં જે આત્માઓને પાપપ્રવૃત્તિ કરવા છતાં પણ અલ્પબંધ કરનારા તરીકે ઓળખાવ્યાં છે, તે આવા પવિત્ર અને શુદ્ધ વિવેકશીલ આત્માઓને જ !
૯૫
"
રાક્ષશવંશ
અને વાનરવંશ
શ્રી રાવણ અને ધર્મભાવ...૪