________________
જ સંબંધ તેવી જ રીતે અખંડિત ચાલુ રહ્યો છે. તે પછી તમારા પિતા રાજા સૂર્યયશા થયા, કે જેને યમરાજાના કેદખાનામાંથી જે રીતે છોડાવેલ છે, તે તેના માણસો જાણે છે. અને તે તમારા પિતાને મેં જે રીતે ‘કિષ્કિંધાનગરીના રાજ્ય ઉપર સ્થાપન કર્યાં, તે પણ પ્રસિદ્ધ છે. હવે હાલમાં હે વાલી ! તે સૂર્યયશાના ન્યાયવાન પુત્ર તરીકે તમે થયા છો, તે કારણથી તમે પૂર્વની જેમ સ્વામિસેવક સંબંધથી અમારી સેવાને કરો !” આ રીતે દૂત દ્વારા શ્રી રાવણે પોતાની સેવા અંગીકાર કરવાનું શ્રી વાલીને કહેવરાવ્યું.
આથી કોપાયમાન થયેલા, પણ અહંકારે કરીને અગ્નિવાળા ‘શમી’ નામના વૃક્ષની માફક અવિકૃત આકારવાળા અને મહામનવાળા તથા ગંભીર વાણીવાળા શ્રી વાલીરાજાએ તે દૂતને ઉત્તરમાં કહ્યું કે
“આપણા બન્નેના કુળને વિષે, એટલે રાક્ષસવંશના અને વાનરવંશના રાજાઓની વચ્ચે, પરસ્પર આજ સુધી અખંડિત સ્નેહસંબંધ છે એમ હું જાણું છું. આપણા પૂર્વજોએ સંપત્તિમાં કે આપત્તિમાં પરસ્પર સહાય કરી છે, તેમાં એક સ્નેહ એ જ કારણ છે. પણ કાંઇ સ્વામિસેવકભાવ કારણ નથી. ‘સર્વજ્ઞ અર્હમ્તદેવ અને સુગુરુ સાધુ વિના અન્ય કોઈ આ દુનિયામાં સેવ્ય છે.' એમ અમે જાણતા જ નથી. તારા સ્વામીને સેવા કરાવવાનો આટલો બધો મોહ કેમ છે ? પોતાને સેવ્ય અને અમોને સેવક માનતા એવા તારા રાજાએ, પરંપરાથી ચાલ્યા આવેલા સ્નેહગુણને આજે ખંડિત કરી નાખ્યો છે. અપવાદથી કાયર એવો હું, મિત્રકુળમાં ઉત્પન્ન થયેલ અને પોતાની શક્તિને નહિ જાણતા એવા રાવણની ઉપર હું પોતે તો કંઈ જ નહિ કરું પરંતુ અહિતકર પ્રવૃત્તિ કરતા એવા તેનો પ્રતિકાર તો હું અવશ્ય કરીશ! બાકી પૂર્વના સ્નેહરૂપ વૃક્ષને કાપી નાખવામાં હું આગેવાન તો નહિ જ થાઉં. માટે હે ક્ષુદ્ર ! તું અહીંથી જા અને તારા તે સ્વામીને શક્તિ પ્રમાણે જે કરવું હોય તે કરો."
૯૩
રાક્ષશવંશ અને વાનરવંશ
શ્રી રાવણ અને ધર્મભાવ...૪