________________
શ્રી વાલી મહારાજાની પ્રસિદ્ધિ અને રાવણનો ગર્વ આપણે જોઈ આવ્યા કે મહારાજ વાલી, એ પરમ ધર્માત્મા છે. અને જેઓ શ્રી જંબુદ્વીપવર્તિ સર્વ શ્રી જિનેશ્વરદેવોના મંદિરોની યાત્રા કરે છે. સમ્યગ્દષ્ટિ આત્માઓ પોતાને મળેલી ઋદ્ધિનો ઉપયોગ આત્મકલ્યાણની સાધનામાં કરે, એમાં કશું જ આશ્ચર્ય નથી કારણકે પવિત્ર આત્માઓનો તે સ્વભાવસિદ્ધ ધર્મ જ છે. આવા પુણ્યશાળી રાજાઓની ખ્યાતિ વિશ્વમાં ફેલાય, એમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. પુણ્યપુરુષોને ખ્યાતિ ફેલાવવા માટે પરિશ્રમ નથી કરવો પડતો, પણ આપોઆપ જ ફેલાય છે. એ નિયમ પ્રમાણે શ્રી વાલી મહારાજાની
ખ્યાતિ ફેલાતી-ફેલાતી ઠેઠ શ્રી રાવણની રાજસભામાં પહોંચી. એક વખત રાજસભામાં બેઠેલા શ્રી રાવણે વાર્તાના પ્રસંગે વાનરેશ્વર શ્રી વાલી મહારાજાને પ્રૌઢ પ્રતાપી તરીકે અને બળવાન તરીકે સાંભળ્યા અર્થાત્ વાનરદ્વીપમાં અત્યારે શ્રી વાલી મહારાજાનું સામ્રાજ્ય ચાલે છે, અને તે પ્રૌઢપ્રતાપી અને ઘણા જ બળવાન છે. એવા પ્રકારની શ્રી વાલી મહારાજાની ખ્યાતિ રાવણે સાંભળી.
પણ તે ખ્યાતિ શ્રી રાવણથી સહન થઈ શકી નહિ ! પોતાને જ એક મહાન તરીકે માનનાર આત્મા, અન્યની સાચી પણ ખ્યાતિ સાંભળી શકતો નથી. અન્યની સાચી પણ ખ્યાતિને સાંભળવાનું ધેર્ય, માની આત્માઓમાં હોઈ શકતું નથી અને એથી સારા-સારા આત્માઓ પણ, નહિ જેવી વાતમાં પોતાનું ભયંકર અહિત કરી નાંખે છે. માન, એ એક ભયંકર વસ્તુ છે. કલ્યાણના અર્થી આત્માએ એને આધીન ન થઈ જવાય, એની ખાસ કાળજી રાખવાની છે ! સાચા ગુણવાનના ગુણની અનુમોદના એ તો સમ્યકત્વની ભાવના છે અને સાચા ગુણની પ્રશંસા, એ સમત્વની નિર્મળતાનું એક અદ્વિતીય સાધન છે. પણ એ અનુપમ સાધનનો માની આત્મા સદુપયોગ નથી કરી શકતો. ૯૧ અને વાનરવંશ રામ
- શ્રી રાવણ અને ધર્મભાવ.૪
૯૧ રાક્ષશવંશ