________________
છે.
જૈન રામાયણઃ૧ ૦૨
KE ,
રજોહરણની ખાણ ૧૦૨
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
‘હું શ્રી અરિહંતદેવ, શ્રી અરિહંતદેવના આજ્ઞાનુસારી નિગ્રંથ ગુરુદેવો અને તેમના આજ્ઞાનુસારી ધર્માત્માઓ સિવાય કોઈને પણ નમસ્કાર કરતો નથી, માટે તે જાણવા છતાં પણ અંગમાં ઉત્પન્ન થયેલા ભયંકર માનને આધીન થઈને રાજા તરીકે મારી પાસે નમસ્કાર કરાવવાની ભાવના કરવામાં, તારી પોતાની સ્થિતિ ઘણી જ કફોડી બનાવી છે, પણ જાઓ ! પૂર્વ ઉપકારોના સ્મરણથી હું તમને આ કફોડી દશામાંથી મુક્ત કરું અને આ પૃથ્વીનું રાજ્ય તમને સમર્પી દઉં છું તમે ખુશીથી ભોગવો. બાકી જીતવાની ઈચ્છાવાળા મારી હયાતીમાં આ પૃથ્વીનું રાજ્ય તમારા માટે અશક્ય છે, એટલે હું તો મોક્ષરૂપ સામ્રાજ્યના કારણભૂત દીક્ષા અંગીકાર કરીશ અને રાજા સુગ્રીવ તમારી આજ્ઞાને ધરશે.”
આ પ્રમાણે કહીને શ્રી વાલીમહારાજાએ તે જ ક્ષણ પોતાના રાજ્ય ઉપર પોતાના લઘુબંધુ શ્રી સુગ્રીવને સ્થાપન કરીને પોતે પૂજ્યપા શ્રી ગગનચંદ્ર નામના ઋષિ પાસે દીક્ષા અંગીકાર કરી.
સભા દીક્ષા આપનાર મુનિ પણ મળી ગયા ?
પૂજયશ્રી : પુણ્યશાળી આત્માઓને ઈચ્છાની સાથે જ સામગ્રી પ્રાપ્ત થાય છે, તો પછી આવા મહાપુણ્યશાળી આત્માઓને તેવી સામગ્રી તરત જ મળે એમાં પ્રશ્ન જ શો?
સભા તે સમયે વૈરાગ્યની પરીક્ષા કોઈ લેતું નહોતું?
પૂજયશ્રી : પરીક્ષા તો લેવાતી, લેવાય છે અને લેવાશે પણ આજના અજ્ઞાનીઓ જેવી કહે છે તેવી તો નહિ જ. પરીક્ષા કેમ અને કેવી લેવી એનો આધાર પરીક્ષક ઉપર છે નહિ કે ગાંડાઓ ઉપર, દશ પ્રશ્ન પૂછવા, પાંચ કે બે પૂછવા, તે પરીક્ષકની ઇચ્છા ઉપર છે. એક જ પ્રશ્ન પૂછે ને દેખવા માત્રથી સંતોષ પામે તો ન પણ પૂછે.