________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન ગમાયણઃ રજોહરણની ખાણ
૯૪
જોઈ, સમ્યગ્દષ્ટિ રાજાની વાણી ? રાજ્નીતિ પણ જુઓ ! જરાપણ આવેશ વિના કેવી સીધી વસ્તુ કહે છે! સમ્યગ્દષ્ટિ શાંત હોય, પણ કાયર નહિ ! ખોટાને પેસવા ન દે અને સાચાને છોડે નહિ. સાચાને હલકું ન કરે અને ખોટાને ઊંચે ન બેસાડે. ઉપર પ્રમાણે કહીને શ્રી વાલીરાજાએ વિદાય કરેલા દૂતે જઈને સર્વ સમાચાર શ્રી રાવણને હા. શ્રી રાવણ યુદ્ધના મેદાનમાં
પોતાના દૂત દ્વારા શ્રી વાલીરાજાની વાણી સાંભળીને ક્રોધરુપી અગ્નિથી સળગી ઊઠેલા અને દૃઢ સ્કંધવાળા શ્રી રાવણ, સેનાની સાથે કિષ્કિંધાનગરી તરફ આવ્યા. આ બાજુ ભુજાના પરાક્રમથી શોભતા શ્રી વાલીરાજા પણ તૈયાર થઈને રાવણની સામે આવ્યા. ખરેખર, પરાક્રમી પુરુષોને યુદ્ધનો અતિથિ પ્રિય હોય છે. બન્ને રાજાઓ ભેગા થયા પછી, તે બન્નેનાં સૈન્યોની અંદર પરસ્પર પાષાણા-પાષણી, વૃક્ષા-વૃક્ષી અને ગા-ગદી યુદ્ધ ચાલી પડ્યું અર્થાત્ કોઈ ગદાથી, કોઈ પથ્થરોથી અને કોઈ વૃક્ષો લઈને લડવા લાગ્યા. તે યુદ્ધમાં સેંકડો રથો શેકેલા પાપડની માફક ભાંગી ચુરાવા લાગ્યા, મોટા હાથીઓ માટીના પિંડની માફક ભેદાઈ જવા લાગ્યા, ઘોડાઓ સ્થાને-સ્થાને કોળાની જેમ ખંડિત થવા લાગ્યા, અને પાયદલો ચંચા પુરુષો (ચાડીયા)ની માફક ભૂમિ ઉપર
પડવા લાગ્યા.
શ્રી વાલીમહારાજાની વિવેકશીલતા
યુદ્ધમાં થવા માંડેલા તે પ્રકારનાં પ્રાણીઓના સંહારને જોઈને, દયાળુ બનેલા વાનરપતિ વીર શ્રી વાલી એકદમ આવીને શ્રી રાવણને કહેવા લાગ્યા કે
યુન્યતે ન વઘઃ પ્રાણિ-માત્રજ્યાવિ વિવેવિનાનું ! पञ्चेन्द्रियाणां हस्त्यादि - जीवानां बत का कथा ?