________________
આદિત્યરજાને સુગ્રીવ' નામનો બીજો પણ પુત્ર થયો અને શ્રી પ્રભા' નામની તે રાણીને, બન્ને ભાઈઓથી નાની એક પુત્રી થઈ. શ્રી આદિત્યરજાના ભાઈ ઋક્ષરજાને પણ ‘હરિકાન્તા' નામની પત્નીથી ‘નલ' અને 'વીલ' નામના વિશ્વ વિખ્યાત બે પુત્ર થયા. નરેન્દ્ર આદિત્યરજાએ પોતાના બળશાલી પ્રથમપુત્ર શ્રી વાલી'ને રાજ્ય આપી દીક્ષા અંગીકાર કરી અને તપશ્ચર્યા તપીને તેઓ શિવપદે ગયા.
કેવા પુણ્યશાળી ! સમયે આત્મહિત સાધવામાં પુણ્યશાળી આત્માઓને આળસ હોતો જ નથી. ઉત્તમ સામગ્રી પામ્યાની સફળતા, આ સિવાય બીજી શી હોઈ શકે ? અંત સુધી વિષયવિલાસ એ ઉત્તમ આત્મા માટે ઘણી જ ભયંકર વસ્તુ છે. આખું માનવજીવન વિષયવિલાસમાં ગુમાવવું, એના જેવી અધમ મનોવૃત્તિ બીજી એકપણ નથી. પુણ્યાનુબંધી પુણ્યના સ્વામીઓ જીવનના અંત સુધી તો કદી જ વિષયવિલાસમાં નિમગ્ન નથી રહેતા. આજના વિલાસી અને વિકારવશ બનેલા આત્માઓએ આવા મહાપુરુષોના જીવન ઉપર ખૂબ-ખૂબ વિચારવાનું છે અને વિચારી-વિચારીને જીવનના સુંદર આદર્શને સફળ કરવા માટે સઘળું કરવા સજ્જ થવાની જરૂર છે.
મહારાજા શ્રી વાલીએ પણ યુવરાજ પદ ઉપર સમ્યગ્દષ્ટિ, ન્યાયવાનું, દયાવાન્ , મહાપરાક્રમી અને પોતાના જેવા જ પોતાના બંધુ શ્રી સુગ્રીવને સ્થાપન કર્યા.
હવે એક વખતે અંત:પુરની સાથે હાથી ઉપર બેસીને શ્રી રાવણ ચૈત્યવંદન માટે મેરૂપર્વત ઉપર ગયા. એ સમયે ‘મેઘપ્રભના પુત્ર ‘ખર’ નામના એક ખેચરે ચંદ્રણખા' કે જે રાવણની ભગિની હતી, તેણીને જોઈ અને જોવા માત્રથી જ પ્રેમવાળા થયેલા તેણે અનુરાગવાળી તેણીનું હરણ કર્યું. તે પછી તે પાતાલલંકામાં ગયો અને ત્યાં રહેલા આદિત્યરજાના પુત્ર ‘ચંદ્રોદર' નામના રાજાને કાઢી મૂક્યો અને તે
' શ્રી રાવણ અને ધર્મભાવ....૪
૮૯ રાક્ષશવંશ
અને વાનરવંશ