________________
નવલની એ
વેરવૃત્તિનો વિલાસ હવે શ્રી કુંભકર્ણ અને શ્રી બિભીષણ પિતાના વૈરને યાદ કરી, વૈશ્રવણ કે જે પોતાની માસીનો દીકરો થાય છે, તેણે આશ્રિત કરેલી લંકાનગરીને નિરંતર ઉપદ્રવ કરવા લાગ્યા. ખરેખર, વૈરવૃત્તિ એ એક એવી ભયંકર વસ્તુ છે કે જેના યોગે ભાઈ ભાઈને પણ નથી ગણતા, વેરવૃત્તિને પોષવાની ભાવના, એ ઘણી જ ભયંકર ભાવના છે. એના યોગે અનેક અનર્થો ઉત્પન્ન થાય છે, એમાં શંકાનો અવકાશ જ નથી. નહિ તો ‘કુંભકર્ણ’ અને ‘બિભીષણ' જેવા, પોતાના બંધુથી આશ્રિત નગરી ઉપર ઉપદ્રવો શું કામ મચાવે ? આ નિરંતર થતા ઉપદ્રવોથી કુપિત થયેલા વૈશ્રવણે દૂત મોકલી ‘સુમાલી’ને કહેવરાવ્યું કે રાવણના નાના ભાઈઓ અને તમારા લઘુપુત્રો કુંભકર્ણ અને બિભીષણને શિખામણ આપીને રોકો ! કારણકે એ બન્ને વીરમાની અને ઉન્મત્ત બાળકો પાતાલલંકા માં રહેવાથી કૂવાના દેડકાની માફક પોતાની અને અન્યની શક્તિને જાણતા નથી. તેઓ મદોન્મત્ત થઈને વિજય મેળવવાની ઈચ્છાએ છળકર્મથી મારી નગરીને ઉપદ્રવ કરે છે, તે છતાં ચિરકાળ સુધી મેં તેઓની ઉપેક્ષા કરી છે, માટે તે શુદ્ર ! હવે જો તું તેઓને સમજાવીશ નહિ અને તેઓ ઉપદ્રવ કર્યા જ કરશે, તો તારી સાથે તે બન્નેને માલીને માર્ગે મોકલી આપીશ. શું તું અમારા બળને નથી જાણતો ?'
પણ એને ધર્મભાવના
રાક્ષશવંશ અને વાનરવંશ