________________
શક-ઇંદ્રની શોભાને પણ શરમાવે તેવી શોભાને ધારણ કરતા શ્રી રાવણે તે હાથીનું ભવનાલંકાર' નામ પાડ્યું. આ પછી તે હસ્તિત્વને આલાનસ્તંભને આધીન કરીને, શ્રી રાવણે તે રાત્રિ ત્યાં જ પસાર કરી.
શરણે રહેલાઓની રક્ષા માટે આહ્વાન પ્રાત:કાળમાં શ્રી રાવણ પરિવારની સાથે રાજસભામાં બેઠા હતા, ત્યાં પ્રતિહાર દ્વારા જણાવાયેલ અને ઘાતથી જર્જરિત થઈ ગયેલ ‘પવનવેગ' નામનો વિદ્યાધર આવી નમસ્કાર કરીને, શ્રી રાવણ પ્રત્યે કહેવા લાગ્યો કે “હે દેવ! કિર્ડિંધી રાજાના પુત્ર સૂર્યરજા અને રૂક્ષરજા પાતાલલંકાથી કિષ્ક્રિઘાનગરમાં ગયેલા ત્યાં યમના જેવા ભયંકર અને પ્રાણનો સંશય કરાવે તેવા યમની સાથે તે બે જણનું યુદ્ધ થયું ઘણા કાળ સુધી યુદ્ધ કરીને પરિણામે યમરાજાએ તે સૂર્યરજા અને રક્ષરજા બન્નેને એકદમ ચોરની માફક બાંધીને કેદખાનામાં નાંખ્યા છે ત્યાં તે 8 યમરાજા વૈતરણી સહિત નરકવાસોને બનાવી, તે બન્નેને પરિવારની સાથે છેદન-ભેદન આદિ દુઃખો આપે છે તો અલંધ્ય છે આજ્ઞા જેની એવા gિ હે રાવણ ! તે બે તમારા પરંપરાથી આવેલા સેવકો છે, માટે તમે તેમને છોડાવો, કારણકે તેઓનો પરાભવ તે તમારો જ પરાભવ છે.
રક્ષણના આહ્વાનનો સ્વીકાર આ સાંભળીને શ્રી રાવણ પણ બોલ્યા કે તેમના પરાભવમાં મારો જ પરાભવ છે - આ વાતમાં કશો જ સંશય નથી, કારણકે
આશ્રયસ્થ & ઢોર્વન્યા - ઢાઢતા પરિમુવતે ” આશ્રયની દુર્બળતાથી જ આશ્રિત પરાભવ પામે છે.'
તે દુર્બુદ્ધિએ પરોક્ષ રીતે મારા આ સેવકોને જે બાંધ્યા છે, અને કારાગૃહમાં નાખ્યાં છે, તેનું ફળ હું આપું છું. આ પ્રમાણે કહીને મહાપરાક્રમી અને યુદ્ધની લાલસાવાળો રાવણ સૈન્યની સાથે ‘યમ' નામના ઈંદ્ર રાજાના દિપાલથી પાલન કરાતી 'કિષ્ક્રિઘા'નગરી પ્રત્યે પહોંચ્યા.
શ્રી રાવણ અને ધર્મભાવ...૪
૮૫ રાક્ષશવંશ
અને વાનરવંશ