________________
જૈન રામાયણઃ
શક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
રજોહરણની ખાણ *
ક્ષાત્રવ્રતનું પાલન કિષ્ક્રિવામાં આવેલા શ્રી રાવણે ત્યાં તપાવેલા સીસાના રસનું પાન, શિલા ઉપર આસ્ફાલન અને કુહાડાથી છેદ આદિથી ભયંકર સાતે નરકોને જોઈ, અને તે નરકોમાં કલેશ પામતા પોતાના સેવકોને જોઈને કોપાયમાન થયેલા શ્રી રાવણે ત્યાં રહેલા પરમાધામીઓને. ગરૂડ જેમ સર્પોને ત્રાસ પમાડે, તેમ ત્રાસ પમાડ્યો અને તે કલ્પિત નરકોમાં રહેલા પોતાના સેવકોને અને બીજાઓને પણ મુક્ત ક્ય. મોટા પુરુષોનું આગમન એકદમ કોના કલેશના છેદને માટે નથી થતું? અર્થાત્ સર્વના કલેશછેદ માટે થાય છે જ. આ જાતિના વર્તાવથી ક્ષણવારમાં તે નરકના રક્ષકો પોકારપૂર્વક ઊંચા હાથ કરતા યમરાજા પાસે ગયા અને તેની પાસે પોતાની પાસેથી નારકીઓને મુક્ત કરવાના તે વૃત્તાંતને જણાવ્યો. આથી યુદ્ધરૂપ નાટકમાં સૂત્રધાર જેવો અને બીજા યમરાજા જેવો અને ક્રોધથી લાલ નેત્રવાળો થયેલો તે યમ' નામનો ઇંદ્રરાજાનો લોકપાલ પણ યુદ્ધ કરવા માટે એકદમ નગરીમાંથી બહાર નીકળ્યો. સૈનિકોએ સૈનિકોની સાથે, સેનાપતિઓએ સેનાપતિઓની સાથે અને કોપાયમાન થયેલા યમે કોપાયમાન થયેલા શ્રી રાવણની સાથે યુદ્ધ કરવા માંડ્યું. ચિરકાળ સુધી બાણાબાણી યુદ્ધને કર્યા પછી, ઉન્મત્ત હસ્તિ જેમ શુંડારૂપ દંડને ઊંચો કરીને દોડે, તેમ ભયંકર દંડને ઉપાડીને “યમ” પણ વેગથી દોડ્યો પણ શત્રુઓને નપુસંક જેવા માનનારા શ્રી રાવણે ‘સુરખ' બાણથી કમળની જેમ તે દંડના ચૂરેચૂરા કરી નાખ્યા. ફરીવાર પણ ‘યમ લોકપાલે રાવણને બાણોથી આચ્છાદિત કરી નાખ્યો. એટલે લોભ જેમ સર્વ ગુણોનો નાશ કરી નાખે, તેમ શ્રી રાવણે તે સઘળાં બાણોનો નાશ કરી નાખ્યો અને એકીસાથે બાણોને વરસાવતા શ્રી રાવણે વૃદ્ધાવસ્થા જેમ બળનો નાશ કરે, તેમ “યમ” નામના લોકપાલને જર્જરિત કરી નાખ્યો. આથી ‘યમ' લોકપાલ તે