________________
જૈન રામાયણ , રજોહરણની ખાણ
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
ચક્રવર્તીઓ પણ થયા છે. તમે સાંભળી ચૂક્યા છો કે ભગવાન શ્રી મહાવીરદેવના પંચમ ગણધરદેવે કઠિયારાને પણ દીક્ષા આપી હતી અને મંત્રીશ્વર અભયકુમારે અજ્ઞાન આત્માઓને યુક્તિપૂર્વક સમજાવી, તે મુનિવરના ચરણે ઝૂકતા બનાવ્યા હતા. આથી સ્પષ્ટ જ છે કે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં ચક્રવર્તી અને રંક બેય દીક્ષાના અધિકારી છે. તેમાં શરત માત્ર એટલી જ કે
ચક્રવર્તીએ ચક્રવર્તીપણું ભૂલી જવું જોઈએ અને કે રંકપણું ભૂલી જવું જોઈએ અને તેમ થાય એટલે તે બેય મહાત્મા!
ચક્રવર્તી મુનિ પણ ક્ષણ પહેલાંના રંક-મુનિના ચરણમાં પોતાનું શિર મૂકે, એ આ શ્રી જિનેશ્વરદેવના શાસનની અનુપમ સુંદરતા છે.
શ્રી રાવણને હસ્તિરત્નની પ્રાપ્તિ શ્રી રાવણ જયલક્ષ્મીરૂપી લતાના પુષ્પ સમાન અને તે પુષ્પક નામના વિમાનમાં બેસીને સમેતશૈલના છંગ ઉપર વિરાજતી શ્રી અરિહંત ભગવાનની પ્રતિમાઓને વંદન કરવા ગયા. પ્રતિમાને વંદન કરી પર્વત ઉપરથી નીચે ઊતરતાં શ્રી રાવણની સેનાના કોલાહલથી એક વનકુંજરે ગર્જના કરી. બરાબર આ જ સમયે પ્રહસ્ત' નામના એક પ્રતિહારે શ્રી રાવણ પ્રત્યે કહ્યું કે -
‘હરિત્નમસી ટેવ હૃવચાર્વતિ થાનતાં હે દેવ ! આ હસ્તિરત્ન આપ દેવના વાહન તરીકે થવાને લાયક છે.”
આ કથનથી શ્રી રાવણે પીળા અને ઊંચા દાંતવાળા, મધના જેવાં પીળાં લોચનવાળા, શિખર જેવા ઊંચા કુંભસ્થળવાળા અને સાત હાથના ઊંચા અને નવ હાથના લાંબા તે હસ્તિત્વને કીડાપૂર્વક વશ કર્યો અને તેની ઉપર આરૂઢ થયા. ઐરાવણ હસ્તિ ઉપર આરૂઢ થયેલા