________________
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણ: , .
જ રજોહરણની ખાણ * માર્ગને સમજ્યા હતા અને ત્યાગના મર્મથી પરિચિત હતા, એટલે તરતજ તે શ્રી વૈશ્રવણના પગમાં પડી અને હાથ જોડીને કહેવા લાગ્યા કે “ભાઈ ! મારો અપરાધ સહન કરો !" વૈશ્રવણ રાવણની માસીના દીકરા હોઈને મોટા હોવાથી શ્રી રાવણના મોટા ભાઈ થાય છે એટલે એ ‘ભાઈ’ કહીને સંબોધે, એમાં કશું જ આશ્ચર્ય નથી. વધુમાં વડીલબંધુની આવી ઉચ્ચ કોટિની અવસ્થા જોવાથી શ્રી રાવણનો કષાયાગ્નિ પણ બુઝાઈ ગયો અને યુદ્ધભૂમિ સંપૂર્ણતયા ધર્મભૂમિ થઈ ગઈ સૈનિકો તથા રાજા મહારાજાઓ પણ જોઈ રહી. સર્વ કોઈથી યુદ્ધ ભુલાઈ ગયું.
તે પછી શ્રી રાવણના મનમાં એમ થયું કે જો આટલા માટે જ ત્યાગ કર્યો હોય, તો ભલે લંકા એ ભોગવે! હું કહીં જોઉં એમ વિચારી શ્રી રાવણ બોલ્યા કે:
“ભાઈ ! ગમે તેમ તોયે તમે મોટાભાઈ છો, ઈચ્છા હોય તો લંકા શંકારહિતપણે ભોગવો, મારી ભૂલ માફ કરો, અમે બીજે જઈશું. પૃથ્વી કાંઈ આટલી જ નથી."
રાવણે આ પ્રમાણે કહેવા છતાં પણ પ્રતિમામાં રહેલા અને તે જ ભવમાં મોક્ષે જનાર રાજર્ષિ શ્રી વેશ્રવણ કાંઈપણ ન બોલ્યા. વિચારો કે ઘણાયે રાજા હાર્યા અને જેલમાં પુરાયા, પણ આ ભાવના આવી ? હારતાં અને મરતાંએ આ ભાવના ક્યાં આવે છે? મરતાંએ આ મારું ને આ તારું થાય છે. ખરેખર, ભવાભિનંદી આત્માઓને મરતાંએ મૂકવાનું મન નથી થતું પણ પુણ્યશાળી શ્રી વૈશ્રવણ તો રાવણની આવી વિનંતી છતાં પણ બેપરવાઈથી મૌન જ રહી, કારણકે તે પુણ્યાત્માએ સાચા હદયથી જ ત્યાગ કર્યો હતો. આથી શ્રી રાવણને લાગ્યું કે આ પુણ્યાત્મા તો પૂરેપૂરા નિ:સ્પૃહ છે. એમ જાણીને શ્રી રાવણે તેઓને ખમાવ્યા અને નમસ્કાર કર્યા. તે પછી લંકાની સાથે તે રાજાના પુષ્પક નામના