________________
વંશ ભાગ
પીવાલથી એન
કરે જૈન રામાયણ,
- આજ રજોહરણની ખાણ “ अप्येतावपकर्तारौ, कुंभकर्णबिभीषणौ । નાતો મમો વર્તારા - વૈદ્રાથમિઢર્શનાર્ ???? रावणोऽग्रेऽपि मे बन्धु-बन्धु संप्रति कर्मतः । વિનાવશ્ચમમબં, નહિ ચાલ્મમ ઘાટ્યમ્ ૨?? एवं ध्यात्वा वैश्रवण-स्त्यकत्त्वा शस्त्रादि सर्वतः । तत्वनिष्ठः परिव्रज्यां स्वयमेव समाहे ॥३॥
આ કુંભકર્ણ અને બિભીષણ પણ, કે જેઓ અપકારના કરનારા હતા, તેઓ પણ આવા પ્રકારનો ઉત્તમ માર્ગ દર્શાવવાથી મારા માટે તો ઉપકારના કરનારા થયા. રાવણ પ્રથમ તો મારી માસીનો દીકરો હોવાથી બંધુ હતો અને હાલમાં કર્મથી બંધુ થયો, કારણકે તેના આ ઉપક્રમ એટલે કે યુદ્ધાદિક થયા વિના, મારી આવા પ્રકારની બુદ્ધિ થાત નહિ.” આ પ્રકારના વિચાર કરીને તત્વનિષ્ઠ રાજા વૈશ્રવણે સર્વ શસ્ત્રાદિકનો ત્યાગ કરીને પોતાની મેળે જ દીક્ષાને અંગીકાર કરી."
ઉત્તમ આત્માઓ કેવા સંયોગોમાં કેવી કાર્યવાહી કરે છે એ ખાસ વિચારવા જેવી વસ્તુ છે. આ વૈરાગ્ય શાના યોગે ? પરાજય એ જ વૈરાગ્યનું નિમિત છે ને ? આવા નિમિત્તે પણ વૈરાગ્ય કયા આત્માને થાય? આવા નિમિત્તોથી થતાં વૈરાગ્યની અવગણના કરનારાઓ, ખરે,જ હીણકર્મી આત્માઓ છે, કારણકે કમળ પણ કાદવમાં પેદા થાય છે, અને એ કાદવમાં પેદા થયેલું પણ કમળ માથે મૂકાય છે :
જે કાદવમાં હાથ ન ઘલાય, પગ પણ આનંદપૂર્વક ન મૂકાય, તે કાદવમાં પેદા થયેલું કમળ હાથમાં લેવાય, હૈયે રખાય, નાકે લગાડાય અને મસ્તક ઉપર મૂકાય ! તો પછી ગમે તેવા નિમિત્તે થયેલા વૈરાગ્યને કેમ અવગણાય ? ખરેખર, કમળની ઉપમાને પામી ચૂકેલા વૈરાગ્યની અવગણના કરનારા પામરો, કાદવ અને કમળનો ભેદ સમજી શકતા નથી. એક વૈરાગ્ય ભાવનાના યોગે વિચારોમાં કેટલું અને કેવું પરિવર્તન થાય છે, એ જ વિચારવાનું છે. જે રાવણની સામે કોપાયમાન થઈને