________________
આ વિચારણાને અંતે, જો આત્મા વિવેકહીન હોય તો ભયંકર પરિણામ જ આણે, એમાં કશું જ આશ્ચર્ય પામવા જેવું નથી; પણ શ્રી વૈશ્રવણ' રાજા શ્રી સર્વજ્ઞદેવના શાસનથી સુવાસિત હતા, એટલે એ વિચારણાને અંતે અયોગ્ય પરિણામ ન આવતાં ઘણું જ સુંદર પરિણામ આવ્યું. માનભગ્ન પુરુષની સ્થિતિ ધિક્કારને પાત્ર છે એ વાત સાચી, પણ જો જીવનને સુંદર બનાવતાં આવડે તો તે જ પુરુષની હયાતિ ધિક્કારપાત્ર બનવાને બદલે પૂજાને પાત્ર બની જાય છે. આ વસ્તુને જાણનાર શ્રી વૈશ્રવણ વિચારે છે કે
તચાથવાત્સ્યવસ્થાનું, ‘તમાનસ્થ મુળે ? स्तोकं विहाय बहिवच्छु-नहि लज्जास्पदं पुमान् ॥१॥ तहलं मम राज्येना - नेकानर्थप्रदायिना । उपादास्ये परिव्रज्यां, दारं निर्वाणवेश्मनः ॥२॥
‘અથવા તેવા માનભગ્ન પણ મુક્તિ માટે યત્ન કરતા પુરુષ માટે અવસ્થાન છે, કારણકે થોડું તજીને ઘણાની ઇચ્છા કરનારો પુરુષ લજ્જાનું સ્થાન નથી થતો એ વાત નક્કી છે, તે કારણથી અનેક અનર્થોને આપનારા રાજ્યથી મારે સર્યું હું તો હવે મોક્ષમંદિરના દ્વાર સમી પ્રવ્રજ્યા-દીક્ષા અંગીકાર કરીશ.'
આ ભાવના કેવી ઉત્તમ છે ? મિથ્યામતિ આત્મા જે સ્થાને આપઘાત કરવાને ઈચ્છે, તે સ્થાને શુદ્ધમતિ આત્મા કેવા વિચારો કરે છે, તેનું એક આ પણ શ્રી જૈનશાસનમાં દૃષ્ટાંત છે. ખરેખર, આવા જ આત્માઓ યુદ્ધભૂમિને પણ ધર્મભૂમિ બનાવી શકે છે. ઘર્મને પામેલા અવસરે પણ જરૂર ચેતી જાય છે. ચેતનવંતા બનેલા શ્રી વૈશ્રવણ રાજાની ભાવના હવે એકદમ સુવિશુદ્ધ બનવા લાગી. જે બંધુઓને પ્રથમ દુશ્મનરૂપ માનતા હતા, તેજ બંધુઓને હવે રાજા વૈશ્રવણ ઉપકારી તરીકે માનવા ઈચ્છે છે અને વિચારે છે તે
'શ્રી રાવણ અને ધર્મભાવ...૪
રાક્ષશવંશ અને વાનરવંશ