________________
યુદ્ધ કરવા ચઢી આવ્યા હતા અને એમ વિચારતા હતા કે તેના નાના ભાઈઓ મારા રાજ્ય ઉપર ઉપદ્રવ કેમ મચાવે ? તે જ રાજા વૈશ્રવણ વિચારે છે કે જો કુંભકર્ણ અને બિભીષણે ઉપદ્રવ ન મચાવ્યો હોત, રાવણ ચઢી ન આવ્યો હોત અને મને આવી કફોડી સ્થિતિમાં ન મૂક્યો હોત, તો મારી આ બુદ્ધિ ક્યાંથી થાત ? કારણકે હું તો મદમાં માતેલો હતો. આ રીતે વૈરાગ્યના યોગે પોતાની પૂર્વાવસ્થા પોતે જાતે પરખી લે છે. એ જ વૈરાગ્યનો સુપ્રતાપ છે ! અને આપણે જોઈ આવ્યા કે એ જ વૈરાગ્યના યોગે તત્વનિષ્ઠ બની વસ્તુમાત્રનો ત્યાગ કરી, શ્રી વૈશ્રમણ ‘રાજા' મટી ‘રાજર્ષિ' બન્યા.
શ્રી રાવણનો ધર્મરાગ આ બાજુ જયને પામેલા “શ્રી રાવણ' પણ આશ્ચર્યચકિત થાય છે, અને તે જ સમયે
तं नत्वा रावणोऽप्येव - मुवाच रचिताञ्जलिः ।
જ્યેષ્ઠ શ્રાતા ત્વમસિ ને, સહેવાગોડનુનન્મનઃ ૧૪
રાવણ પણ તે “રાજર્ષિ'ને નમસ્કાર કરીને, હાથ જોડીને, બોલ્યો કે આપ મારા મોટા ભાઈ છો, માટે નાનાભાઈ એવા મારા અપરાધને સહન કરો.'
કેવી નમ્રતા અને કેટલી લઘુતા ? ધર્મરાગની કસોટી આવા પ્રસંગે જ થાય છે. રાવણ ભલે ભોગી છે, પણ ખરેખર ત્યાગના પ્રેમી છે. ત્યાગ દેખે ત્યાં એ ઝૂકે જ. રાવણ ધારત તો કહી શકત કે ‘બાયલો ! હાર્યો તેથી સાધુ થયો, કારણકે
અસમર્થો મવેત્ સાધુઓ, પણ કહોને કે એ રાવણમાં આના ઉચ્છુખલો જેવી વીસમી સદીની બુદ્ધિ ન હતી ! એવું બોલવાનું તો વીસમી સદીમાં જન્મેલા ઉશૃંખલોને જ સૂઝે ! એ પુણ્યશાળી શ્રી રાવણ એમ બોલે જ કેમકે 'હાર્યા એટલે બાવા થયા ? કારણકે શ્રીરાવણ તો શ્રાવક હતા, પ્રભુના
રાક્ષશવંશ ૮૧ અને વાનરવંશ (
શ્રી રાવણ અને ધર્મભાવ....૪