________________
વિમાનને પણ શ્રી રાવણે ગ્રહણ કર્યું અને જયલક્ષ્મીરૂપી લતાના પુષ્પરૂપ પુષ્પક વિમાનમાં બેસીને શ્રી રાવણ સમેતશૈલના શિખર ઉપર રહેલી શ્રી અરિહંતદેવની પ્રતિમાઓને વાંદવા માટે ગયા.
શ્રી જિનેશ્વરદેવના શાસનની સુંદરતા જે વખતે રાજા વૈશ્રવણ હારી ગયા, ત્યારે આપણે જોઈ ગયા કે એમની કઢંગી સ્થિતિ હતી. એ વખતે તો જો આત્માને સન્માર્ગ ન જડે, તો કાં તો મરી જાય અગર સામર્થ્ય હોય તો પલાયન થઈ ફરી રાજ્ય લેવાની યોજનાઓ રચે પણ શ્રી વૈશ્રવણે તો રાજ્યની લાલસા મૂકી દીધી અને સંયમ અંગીકાર કર્યો. આથી શ્રી રાવણ જેવા બળવાન પણ એ પરમ સંયમધરને નમ્યાં. આથી સ્પષ્ટ છે કે રાવણ બળવાન હતા, પણ ઉન્મત્ત ન હતા. જો ઉન્મત્ત હોત તો નમત નહિ, પણ ઊલટું કહેત કે હવે હાર્યો તેમાં સાધુ થયો ! પણ નહિ, એ ઉન્મત્ત ન હતા એ સમજતા હતા કે હારેલી સ્થિતિમાં પણ વૈરાગ્ય થવો સહેલો નથી, કારણકે સંસાર ઉપરની લાલસા જવી સહેલી નથી! એ જ કારણે શ્રી રાવણ વેર ભૂલી ગયો, પગમાં પડ્યો અને પોતાના અપરાધની ક્ષમા માંગી. શ્રી જિનશાસનમાં તો ઇંદ્ર પણ આમ જ કરે છે. ઈંદ્ર જો મનુષ્યોનો પરાભવ કરવા આવેલા હોય, પણ એ મનુષ્યને મુનિવેષમાં જુએ કે તરત હાથ જોડે અને કહે કે આપ જીત્યા અને હું હાર્યો. આ બધા ઉપરથી એ વાત સિદ્ધ જ થાય છે કે દેવ કરતાં મનુષ્યપણાની આ જ એક અધિકતા છે ત્યાગના યોગે જ મનુષ્યજીવન, એ કિંમતી અને દુર્લભ ગણાય છે.
સભા સાહેબ ! શું ગરીબ પણ સાધુ થઈ શકે છે?
પૂજ્યશ્રી : શું ગરીબને સાધુ થવાનો હક્ક નથી ? શ્રી જૈનશાસનમાં એવી ખોટી હક્કની મારામારી છે જ નહિ. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં ગરીબ પણ સાધુ થયા છે અને શ્રીમંત પણ થયા છે સામાન્ય રાજાઓ પણ થયા છે અને છ ખંડ પૃથ્વીના ધણી
રાક્ષશવંશ
'શ્રી રાવણ અને ધર્મભાવ....૪
અને વાનરવંશ