________________
શ્રી રાવણ
અને ધર્મ ભાવના
૪
અહંકાર અને ક્રોધથી ધમધમતા રાવણના જીવનના પ્રારંભે જ શ્રી વૈશ્રવણ અને શ્રી વાલીમહારાજા સાથેનો જે ટકરાવ થાય છે, તેમાં સમ્યગ્દષ્ટિ આત્માની વિવેકશીલતાનાં દર્શન થાય છે અને શ્રી રાવણની પણ ઉચ્ચ મનોદશાનો અનુભવ આ પ્રકરણ કરાવે છે.
પ્રભુભક્તિના અવસરે શ્રી ધરણેન્દ્ર દ્વારા માંગવા માટે કહેવાતાં શ્રી રાવણની પ્રભુભક્તિ જે રીતે ઝળકી ઉઠે છે તે તથા તે જ રીતે દિગ્યાત્રાના પ્રયાણ પછી રેવાનદીના કિનારે પ્રભુપૂજનના વિઘ્ન અવસરે શ્રી રાવણનું નિર્મળ સમ્યક્ત્વ ઝળકી ઉઠ્યા વિના રહેતું નથી. દેવ-ગુરુ-ધર્મ તથા ધર્મી પ્રત્યેનો સમ્યગ્દષ્ટિ આત્માનો હૃદય સદ્ભાવ અહીં વિશદ રીતે વર્ણવાયો છે.
-શ્રી
૭૫