________________
X XXX XXX XXX X ? त्वरितं प्रेरय, स्वामिन्, विमानं मा विलंबय ११११॥ एकोऽप्यजय्योऽयं विद्या - धरेन्द्रोऽमरसुन्दरः । किं पुनः कनकबुध-प्रमुखैः परिवारितः ११२॥
હે સ્વામિન્ ! વિમાનને જલ્દીથી ચલાવો, જરાપણ વિલંબ ન કરો ! કારણકે આ શ્રી અમરસુંદર' એકલો પણ અજય એટલે જીતી ન શકાય તેવો છે, તો પછી કનક અને બુધ આદિના પરિવારથી પરિવરેલો હોય ત્યારે તો પૂછવાનું જ શું?
સ્વભાવથી કાયર એવી સ્ત્રીઓની વાણીથી હસીને શ્રી રાવણ' તે સુંદરીઓને કહે છે કે હે સુંદરીઓ ! જેમ ગરુડ સર્પોની સાથે યુદ્ધ કરે, તેમ આ લોકોની સાથેના મારા યુદ્ધને તમે જુઓ !'
બંધુલગ્ન અને પુત્રપ્રાપ્તિ એમ કહ્યું એટલામાં તો શસ્ત્રોથી દુર્દિન કરતા તેઓ, મેઘો જેમ મહાપર્વત ઉપર ચઢી આવે તેમ શ્રી રાવણ ઉપર ચઢી આવ્યા. પરાક્રમે છે કરીને ભયંકર એવા શ્રી રાવણે તેઓ તરફથી મૂકવામાં આવતાં અસ્ત્રોને અસ્ત્રોથી ભેદી નાખ્યાં, કારણકે તેઓને મારી નાખવાની શ્રી રાવણની જ ઈચ્છા ન હતી. એટલે તેમ કરીને શ્રી રાવણે 'પ્રસ્થાપન' નામના અસ્ત્રથી તેઓને મૂચ્છિત કરી દીધા અને નાગપાશથી પશુની માફક બાંધી લીધા. આ વખતે રાવણની તે છ એ હજાર પત્નીઓએ શ્રી રાવણની પાસે પિતૃભિક્ષા માગી. આથી શ્રી રાવણે તેઓને છોડી મૂક્યા, એટલે તે વિદ્યાધર રાજાઓ પોતપોતાના નગરમાં ચાલ્યા ગયા અને હર્ષ પામેલા લોકો જેમને અર્થ આપતા હતા તેવા શ્રી રાવણ તે છ હજાર પ્રિયાઓ સાથે ‘સ્વયંપ્રભ'નગરમાં આવ્યા.
શ્રી કુંભકર્ણ કુંભપુર' નામના નગરના નગરપતિ મહોદર'ની, ‘સુરરૂપા' નામની પત્નીના ઉદરથી ઉત્પન્ન થયેલી, વિઘુભાલા જેવી કાંતિવાળી અને પૂર્ણ કળશના જેવા સ્તનવાળી તડિત્માલા' નામની
( ધર્મશૃંબવકર્મશેર બનવું જ જોઇએ
૭૩ રાક્ષશવંશ
અને વાનરવંશ