________________
‘મય નરેશ્વર’ જ્યારે ખિન્ન થઈને બેઠો છે, તેવામાં શ્રી ‘મય નરેશ્વર’ નો મંત્રી આ પ્રમાણે બોલ્યો.
‘સ્વામિન્
मा विषीद किंचि-दस्त्यस्या उचितो वरः ।
रत्नश्रवः सुतो दोष्मान्, रुपवांश्च दशाननः सिद्धविद्यासहस्त्रस्या कंपितस्य सुरैरपि વિદ્યાઘરેલુ નાચ્યાતિ, તુબ્યો મેરોરિવgિ
''
“હે સ્વામિન્ ! આપ જરાપણ ખેદ ન કરો, કારણકે આ રાજપુત્રી ‘શ્રી મંદોદરી'ને યોગ્ય એવો વર ‘શ્રી દશાનન' છે, કે જે ‘શ્રી રત્નશ્રવા' નામના રાજાનો · પુત્ર છે, પરાક્રમી છે અને રૂપવાન છે પર્વતોમાં જેમ મેરુ સમાન કોઈ પર્વત નથી, તેમ આજે વિદ્યાધરોમાં ‘શ્રી દશાનન’ જેવો કોઈ જ વિદ્યાધર નથી, કારણકે જેણે હમણાં દેવોથી પણ અકંપિત રહીને, એક હજાર વિદ્યાઓને સિદ્ધ કરી છે."
રાવણ-મંદોદરીના લગ્ન
ܐ ܐ ܐ ܐ ܐ
ܐ
મંત્રીના કથનને સાંભળીને હર્ષથી જેનું મન મોટું બની ગયું છે, એવો ‘શ્રી મય' રાજા ‘તમારું આ કથન બરાબર છે' આ પ્રમાણે કહીને, પુરુષો દ્વારા પોતાના આગમનને જણાવીને બંધુઓ, સૈન્ય અને અંત:પુરના પરિવારની સાથે પોતાની પ્રાણપ્રિય ‘શ્રી મંદોદરી’ નામની પુત્રીને સાથે લઈને ‘શ્રી દશમુખ’ને આપવાને માટે ‘સ્વયંપ્રભ’ નામના નગર પ્રતિ ગયો ત્યાં ‘શ્રી સુમાલિ’ વિગેરે ગોત્ર-વૃદ્ધ મહાશયોએ ‘શ્રી દશમુખ’ માટે ‘શ્રી મંદોદરી'ને ગ્રહણ કરવા અંગીકાર કર્યું. તે પછી તે ‘શ્રી સુમાલિ’ વિગેરે અને ‘શ્રી મય’ વિગેરે વિવાહ કરનારાઓએ શુભ દિવસે ‘શ્રી દશમુખ' અને ‘શ્રી મંદોદરી'નો વિવાહ કરાવ્યો. ત્યાર પછી ‘શ્રી મય’ રાજા વિગેરે પોતાના નગર પ્રત્યે ગયા અને રાવણે પણ તે સુંદર રમણીની સાથે ચિરકાળ સુધી ક્રીડા કરી.
મેઘવરગિરિ ઉપર છ હજાર કન્યાઓની પ્રાપ્તિ
આ પછી કોઈ એક દિવસે શ્રી રાવણ ક્રીડા કરતાં-કરતાં બાજુમાં લટકતા એવા મેઘોથી જાણે ઊંચી પાંખોવાળો ન હોય શું ? તેવા
૭૧
રાક્ષશવંશ અને વાનરવંશ
ધર્મશૂર બનવા કર્મશૂર બનવું જ જોઇઅ ?...૩