________________
લોભ ખાતર, પૈસા ખાતર, મા-બાપની આજ્ઞાનું ઉલ્લંઘો છો કે નહિ ? ભાઈ જો ભાગ ન આપે તો તરત કયો સૉલિસિટર સારો છે, એની તપાસ શું કરવા ? ભાઈને નોટિસ આપવા ! ભાઈને ? હા ! પાડોશી પણ એવા મળે કે એ ભાઈ તો એ જ લાગતો એવી સલાહ આપે.
સભા : બાપને પણ નોટિસ આપે.
લો ! બાપને પણ નોટિસ ! આવું જીવન આવે, તે પહેલાં માથાના વાળ ઊખડી જતા હોય, તો વાંધો શો ! જેઓને દયા આવતી હોય, તેઓએ આવાં મા-બાપની આજ્ઞા નહિ માનનારા નાલાયક પુત્રો પાસે મનાવવા જવું જોઈએ. પણ આ તો દુનિયાનો મોજશોખ મૂકી સંયમ લે ત્યાં જ દયા ને ત્યાં જ આજ્ઞાની વાત ! માટે હું કહું છું કે કેવળ શબ્દગ્રાહી ન બનો. જો એવા બન્યા તો વિરાધક બનશો.
મા-બાપની સેવા કેવી અને કેમ કરવી જોઈએ ? હાથે સ્નાન કરાવવું જોઈએ, એમના જમ્યા વિના જમાય નહિ, એમના ઊંધ્યા પહેલાં ઊંઘાય નહિ, ઊઠવાનું એમના પહેલાં, ઊંઘાડતાં પણ પગચંપી કરવાની હું અને સવારે તકલીફ ન થાય તે રીતે પગચંપી કરતાં-કરતાં મધુર સ્વરે મા-બાપને ઉઠાડવાનાં અને તરત પગમાં પડવાનું ! આ બધું કરો છો ? ? તમે તો ખાવાની ચીજ આવે તો ગટગટાવી જાઓ અને ઉપરથી કહો કે ‘એ ઘરડાને શું ખાવું છે !' અરે, મા-બાપની ખાતર તો રાજપાટ મૂક્યાના દાખલા પણ શાસ્ત્રમાં આવે છે. મા-બાપ ચોવીસે કલાક ધર્મારાધન કરે, એવી યોજના કરી આપે, છે આવું ? નહિ જ. અહીં જે વાત છે તે આત્મકલ્યાણ માટેની છે, એટલે જો મોહ ઘટાડવો હોય તો જ મા-બાપથી વિખૂટા પડવાની વાત છે. સ્વાર્થ ખાતર માતા-પિતાની અવજ્ઞા કરી જુદો રહેનાર તો કૃતધ્યું છે. શાસ્ત્ર પુત્ર પર તો એ ફરજ મૂકી છે કે પોતે સન્માર્ગે જઈ મા-બાપને પણ એ માર્ગમાં વાળે, તો જ મા-બાપના વડા ઉપકારનો બદલો વળે. મા-બાપ મોહવશ બને, તો એકવાર એમની ૧ આજ્ઞા ઉવેખીને પણ સન્માર્ગે જાય અને પછી એમને પણ સન્માર્ગમાં સ્થાપે.
ઘર્મશુરી બનવા કર્મશિરે બનવું જ જોઇએ ?..૩
૯૯ રાક્ષશવંશ
અને વાનરવંશ