________________
જૈન રામાયણઃ ૦૦
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
પર રજોહરણની ખાણ અત્યારે તો શ્રી રાવણનું ભોગજીવન ચાલે છે, લલચાઈ જતા નહિ. શ્રી રાવણને સોળ હજાર સ્ત્રીઓ થવાની છે એ સાંભળીને અમારે સોળ કેમ નહિ, એવો મનોરથ ન કરતા, કારણકે એનું પરિણામ ખરાબ આવવાનું છે. ભોગોને અંગે તો જે વાત બની હતી, તે કહેવાય છે પણ ‘એમ કરવું જોઈએ' એમ કદી માની લેતા નહિ. એ ઉપાદેય તરીકે સમજાઈ ન જાય, એ માટે આપણે ત્યાગજીવનની પીઠિકા બાંધી દીધી છે. આટલું સમજાવવા છતાં હેયને પણ ઉપાદેય તરીકે માની લેવાની મૂર્ખતા જે કરે, તે તેની જોખમદારી ઉપર છે.
તે સમયે વૈતાઢયગિરિ પર દક્ષિણ શ્રેણિના અલંકારભૂત ‘સૂરસંગીત' નામના નગરમાં ‘મય’ નામનો વિદ્યાધરોનો રાજા હતો. તેને ગુણોના ધામરૂપ હેમવતી' નામની સ્ત્રી હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલી મંદોદરી નામે એક પુત્રી તેને હતી. આ મંદોદરી' તે છે કે જે શ્રી રાવણની પટ્ટરાણી થનાર છે. યૌવન વયને પામેલ ‘મંદોદરી' ને જોઈને તેણીના વરનો અર્થ ‘મય' રાજા વિદ્યાધર કુમારોના ગુણગણોનો વિચાર કરવા લાગ્યો કે ‘અમુકનો કુમાર કેવો અને અમુકનો કુમાર કેવો?' પરંતુ કોઈપણ કુમાર તેની દૃષ્ટિએ પોતાની પુત્રી માટે યોગ્ય જણાયો નહિ.
અહીં પ્રસંગે ખુલાસો કરી લઉં. પોતાનો બાળક કે બાળિકા જો ત્યાગમાર્ગે જાય તો તો અતિ ઉત્તમ પ્રયત્ન તો એ જ હોય કદાચ મમતા ન છૂટે અને એ ભાવના જાગૃત ન થાય, તો ધર્મી માતા-પિતા સાક્ષીભૂત રહી, લગ્નોત્સવમાં ઉદાસીનપણે રહી, યોગ એવો કરે કે પોતાના સંતાનનાં ધર્મી જીવનને બાધ ન આવે, સમાન શીલ, સમાન કુળ,
સમાન ધર્મ, સમાન આચાર જુએ કોઈ એમ ન સમજે કે આ પરણવાનું , વિધાન ચાલે છે ! જો ક્રિયા કરવી પડતી હોય, તો પોતાના સંતાનનું
ધર્મીજીવન બચું રહેવા માટે, સમાન શીલ-કુળ-આચાર ધર્મ જોવા, એટલું જ માત્ર વિધાન છે.
હવે પોતાની પુત્રીને અનુરૂપ એવા વરને નહિ જોઈ શકવાથી