________________
નીકળવા જોઈએ? આ બધા વિષયોમાં શ્રાવક પોતાની ફરજ શાંતચિત્તે વિચારે. પૂર્વે એક શ્રી અભયંકર નામના શ્રેષ્ઠિવર્ય થયેલા છે. તેમને ત્યાં નોકરો ઘણા હતા. તેમાંના તે બે નોકરની અત્રે વાત કરીએ, કે જેમાંનો એક નોકર શેઠનાં પશુઓને ચરાવતો અને બીજો નોકર કચરો કાઢતો. એ બે નોકરોને પણ ભેગા થવા વખત જ ન આવે, કારણકે થાક્યાપાક્યા આવીને સૂઈ જાય. એક દિવસ તે બે નોકરો ભેગા થયા અને વિચારવા લાગ્યા કે આપણા શેઠ કેવા પુણ્યવાન્ ! એમણે પૂર્વે ઘણું પુણ્ય કર્યું છે, જેના પ્રતાપે અખૂટ સાહેબી મળી છે છતાં એના તેજમાં અંજાતા નથી અને પુણ્ય કરે છે, તો આવતા ભવે પણ એવી જ સામગ્રી મળશે અને ધર્મ કરશે. આપણે તો ગયા ભવમાં પુણ્ય કર્યું નથી, જેથી આ ભવમાં મજૂરીથી માંડ પૂરું કરીએ છીએ એટલે ધર્મ કરવાનો વખત મળતો નથી, ધર્મ કરી શકતા નથી. વળી જ્યારે આ ભવમાં પણ ધર્મ ન થાય તો આવતા ભવમાં પણ તેવો પુણ્ય અવસર અને અનુકૂળતા ક્યાંથી જ મળવાની ? માટે આપણે તો ગયો ભવ પણ ગયો, આ ભવ પણ ગયો અને આવતો ભવ પણ જવાનો.'
આ વાતચીત શેઠના કાને અથડાઈ. શેઠ વિચારે છે કે ‘મારા નોકરો પુણ્યવાન્ છે. ક્યારે વખત આવે કે નોકરોને ધર્મમાર્ગે જોડું.”
શેઠને આનંદ થયો. નોકરને ધર્મી જોઈ શ્રાવકને તો ખુશી થાય. આજે શેઠને નોકર કહે કે “પરમદિવસે ચોમાસી છે તો શેઠ કહે કે ‘શ્રાવકને નોકર રાખવા નહિ, કારણકે એને રાખીએ તો અંતરાય આવે?' કોઈ શેઠે એમ કહ્યું કે પરમદિવસે પર્વ આવે છે માટે જૈન હો તો તમે પર્વના ઉત્તમ આચારમાં લીન થાઓ, કામમાં હરકત નહી આવે ?” કોઈ શેઠે એમ પૂછ્યું કે રાત્રે કેમ ખાઓ છો ?” શ્રાવકપણાની ફરજનો ખ્યાલ આવે છે ? “અમારાં કુળ ઊંચા' એમ કહેવું ખરું, પણ ઊંચા કુળને લાયક કરવાનું ખરું કે નહિ?
સાચું હિતેષીપણું...૧
૧૫ રાક્ષશવંશ
અને વાનરવંશ