________________
પીડા કરવાનો નથી, અમારો ઇરાદો સંસારમાંથી કાઢવાનો છે કાં તો આખા નીકળો. કાં તો અડધા. અડધા નીકળો તે પણ એમ માનીને કે આખા નીકળવાનું છે. ધમાચકડી થાય પણ મૂંઝાવાનું નહિ. હંમેશ માટે આપણી ભાવના અને હેતુ સાચો છે. આપણા નાયક તો દેવાધિદેવ જ છે. આધાર, એ દેવાધિદેવની આજ્ઞા છે. ભાવના સંસારથી કાઢી મુક્તિએ મોકલવાની છે. ઈરાદો ને ભાવના ઉત્તમ છે તો હોવાથી ડરવાનું હોય જ નહિ, કારણકે પરિણામ સુંદર જ આવે. જેનું પરિણામ સારું, તે વસ્તુ કડવી હોય તોયે ઘોળી પીવી. ઉકાળો લોહીને સુધારનારો હોય તો કડવો હોય તોયે પીવો. માથાના વાળ ઊખડી જાય, પણ તાવ જાય. તમારા પણ માથાના કેશ ઊખડી જાય, પણ સંસારનો રાગ તો ઘટે ને ! આગ લાગે ત્યારે પાણીના પંપ તો છોડવા જ પડે. સામાને પણ આગથી બચાવવો અને કાળાશ ન લાગે તેની કાળજી રાખવી. આપણામાં પણ કાળાશ આવે તો આપણા માટે પણ ડૂબવાના ખાડા તૈયાર છે, એમાં જરાપણ શંકા નથી એ નક્કી માનજો.
મુકેશ અને કિષ્ઠિધિ નાસી છૂટે છે É શ્રી કિષિઁધિ રાજા શ્રીમાલાને લઈને પોતાની રાજધાનીમાં ચાલ્યા આવ્યા. આપણે જોઈ ગયા છીએ કે શ્રી કિષ્ક્રિધિ રાજાના નાના ભાઈ અંધકે યુદ્ધમાં શ્રી અશનિવેગના પુત્ર શ્રી વિજયસિંહનું મસ્તક છેદી નાંખ્યું હતું. ખરે જ, વેરની પરંપરા બહુ ભયંકર છે. સંસારના પિપાસુ આત્માઓ પોતાની ઈષ્ટ વસ્તુ જવા દેવા તૈયાર હોતા નથી. ઈષ્ટ વસ્તુના નાશથી, સંસાર રસિક આત્મા મોહવિક્લ બની, અકરણીયને પણ કરવા પ્રેરાય છે. રાજા અશનિવેગ પણ પુત્રવધના સમાચારને, જેમ અકાળે વજપાત સંભળાય, તેમ સાંભળીને વેગથી કિષ્ક્રિધિ પર્વત તરફ ગયો અને નદીનું પૂર જેમ મહાદ્વીપની ભૂમિને વીંટી લે, તેમ તેણે અનેક સૈન્યો દ્વારા કિષ્ક્રિઘા નગરીને વીંટી લીધી. રાજા ‘અશનિવેગે પોતાની
'રામાયણ એટલે દીક્ષાની ખાણ...૨
૩૧ રાક્ષશવંશ
અને વાનરવંશ