________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ ૫ /
' રજોહરણની ખાણ ચુંબન કરાયેલા રાવણ, બંધુઓને પણ સાથે લઈને ‘ભીમ' નામના અરણ્યમાં ગયા.
આપણે જોયું કે માતાના કથનથી ધારે એવી અસર નીપજી. ખરેખર, દુનિયાદારીની ભાવના પેદા કરવી એમાં કશી જ મુશ્કેલી નથી. વિષય- કષાયોના અભ્યાસી આત્માને વિષય કષાયોમાં યોજવા, એમાં કશી જ તકલીફ નથી. માતા-પિતાએ પોતાના પ્રાણથી પણ પ્રિય ગણાતા પુત્રોને અરણ્યમાં જવાની અનુમતિ આપી અને પુત્રો પણ અરણ્ય જવાને રવાના થઈ ગયા. ગભરાશો નહિ ! આજનાં માતા-પિતાનો પણ વિચાર કરો. આજીવિકાની વિધા માટે, પૈસા ટકા માટે, દુનિયાની સાહ્યબી માટે, આજનાં માતા-પિતા પણ બહાર જતા પોતાના પુત્રને ઘણી જ ખુશીથી રજા આપે છે. દૂર દેશાવર
તાં, દરિયાની મુસાફરીએ જતાં, જોકે સાંભળ્યું હોય કે સ્ટીમરો ડૂબે છે ને કૈક મરે છે તો પણ, કંકુની કંકાવટી લઈ, હાથમાં આખા અણીશુદ્ધ ચોખા લઈ, પાણીવાળું નાળિયેર લઈ, તિલક કરી, ચોખા ચોડી, હાથમાં નાળિયેર ને રૂપિયો આપી, પોતાના હાથે ટિકિટ લઈ દઈ, ગાડીમાં બેસાડી, આવજો કહી, આનંદપૂર્વક રજા આપે છે. અહીં ત્રણે દીકરાઓ આનંદમગ્ન હતા, પણ સંસારસાધનામાં જે વિદ્યાની જરૂર હતી, તેમાં અટલ જોઈ માતા-પિતાએ અનુમતિ આપી, એમાં આશ્ચર્ય નથી આજનાં માતા-પિતા પણ આપે છે.
ભીમ' નામના જંગલમાં જવા નીકળેલા તે ત્રણે ભાઈઓએ જે અરણ્યમાં સૂતેલા અજગરોના નિ:શ્વાસથી આજુબાજુનાં વૃક્ષો કંપતાં હતાં, ગર્વિષ્ઠ શાર્દૂલોનાં પૂંછડાંના પછાડાથી ભૂમિતળ ફાટી જતું હતું, વૃક્ષોની ઝાડી ઘણા ઘુવડોના ધુત્કારથી ભયંકર લાગતી હતી અને નાચ કરતા ભૂતોના પદાઘાતોથી પર્વતના શિખરો ઉપરથી પથરાઓ પડતા હતા, તે દેવતાઓને પણ ભયંકર અને આપત્તિઓના એક સ્થાનરૂપ ભયંકર અરણ્યમાં પોતાના બે ભાઈઓની સાથે શ્રી રાવણે પ્રવેશ કર્યો.