________________
આ રીતે ઘર મૂક્યું. માતા-પિતા મૂક્યાં, સંબંધી-પરિવાર મૂક્યા, મોજશોખ મૂક્યા, તકલીફ હસતે મોઢે સ્વીકારી અને પ્રાણ પણ ન ટકે તેવા ભયંકર ‘ભીમ' નામના અરણ્યમાં આવ્યા છતાં વસ્તુત: આ ત્યાગ નથી ! કારણકે આ ત્યાગ રાગને માટે છે ! સમ્રા પદવી મેળવવા કેટલો ત્યાગ ? નાશવંત એવી સમ્રાટુ પદવી માટે જો આટલા ત્યાગ કરવા પડે, તો શાશ્વત્ એવી મોક્ષ પદવી મેળવવા માટે કેટલા ત્યાગ કરવા પડે, તે વિચારી લેજો. દુનિયાની વિદ્યા મેળવવા જો આટલા ત્યાગ કરવા પડે, તો અનંતજ્ઞાનીએ કહેલ અને રચેલ દ્વાદશાંગી મેળવવા કેટલા ત્યાગ કરવા પડે ? 'ભીમ' નામના જંગલમાં પહોંચેલા તે ત્રણે રાજકુમારોએ તપસ્વીની માફક મસ્તક નો ઉપર જટારૂપ મુકુટને ધારણ કરી, અક્ષસૂત્ર-માળા હાથમાં ધારણ કરી અને નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ સ્થાપી તથા શ્વેત વસ્ત્રો પહેરી બે પ્રહરમાં સર્વ વાંછિતને આપનારી અષ્ટાક્ષરી વિદ્યાને સાધી. તે પછી જે 8 મંત્રનો દશ હજાર કોટિ જાપ ફળપ્રદ છે, તે સોળ અક્ષરના મંત્રને જપવાનો તે ત્રણ રાજપુત્રોએ આરંભ કર્યો. જે સમયે શ્રી રાવણ પોતાના બંધુઓની સાથે ઉપરની રીતે જાપ કરવામાં લીન છે, તે સમયે અંત:પુરની હિ. સાથે ક્રીડા કરવા માટે આવેલા જંબૂદ્વીપના પતિ “અનાદત' નામના દેવે | મંત્રની સાધના કરતા એ ત્રણે રાજપુત્રોને જોયા.
ક્ષોભ પમાડવા આવેલી દેવીઓ ક્ષોભ પામી ગઈ શ્રી રાવણ, કુંભકર્ણ અને બિભીષણ ત્રણે ભાઈઓ વિદ્યાની - સાધના માટે ભયંકર અરણ્યમાં ગયા છે. માતા-પિતાએ પણ અનુમતિ આપી છે. સ્વાર્થ ભયંકર છે. દરેક સંબંધીના અંગે આ વાત બધાને અનુભવસિદ્ધ છે. અપવાદ હોય પણ જ્યાં અપવાદ હોય ત્યાં ભગવાનનું શાસન અગર શાસનની છાયા જરુર હોય. જ્યાં-જ્યાં સ્વાર્થની દરકાર કરવાની પ્રકૃતિ ન હોય, ત્યાં-ત્યાં પ્રભુના શાસનની છાયા સમજવી.
જંબુદ્વિપનો અધિપતી અનાદત દેવ પોતાના અંતઃપુર સહિત એ છે ઉદ્યાનમાં ક્રીડા કરવા આવ્યો છે, એણે આ ત્રણ ભાઈને ધ્યાનસ્થ જોયા. તેઓની વિદ્યાસાધનામાં વિત કરવા માટે તે યક્ષાધીપે અનુકૂળ ઉપસર્ગ
‘ધર્મશૂર બનવા કર્મચૂર બનવું જ જોઇએ ?...૩
પ૧ રાક્ષશવંશ
અને વાનરવંશ