________________
.
જૈન રામાયણઃ પ૪ રજોહરણની ખાણ
થઈ જાય, તે માટે તમને આ પાખંડ શીખવ્યું છે માટે હજુ પણ આ ધ્યાનના દુરાગ્રહને છોડીને ચાલ્યા જાઓ, અથવા કહો તો કૃપા કરવામાં તત્પર એવો હું પણ તમને વાંછિત, એટલે તમે ઈચ્છશો તે આપીશ.”
આ પ્રમાણે કહેવા છતાં પણ મૌન રહેલા તે ત્રણે રાજપુત્રોને કોપાયમાન થયેલા તે યક્ષે કહ્યું કેઃ
મારા જેવા પ્રત્યક્ષ દેવને છોડીને તમે અન્યનું ધ્યાન કેમ કરો
છો?'
શક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
આ પ્રમાણેની ભયંકર વાણીવાળા તે યક્ષે તેઓને લોભ કરાવવા માટે ભૃકુટીની સંજ્ઞાથી પોતાના કિકર વાનમંતરોને આજ્ઞા કરી. સ્વામીની આજ્ઞા પામવાથી “કિલ-કિલ' શબ્દને કરતા અને અનેક રૂપોને ધારણ કરતા તે યક્ષના કિંકર વાણમંતરો પૈકીના કેટલાક પર્વતનાં શિખરોને ઉપાડીને તેઓની આગળ નાંખવા લાગ્યા, કેટલાક સર્પ થઈને ચંદનના વૃક્ષને વીંટાય, તેમ તેઓને વીંટાયા, કેટલાક સિંહ થઈને તેઓની સામે ભયંકર ફત્કાર કરવા લાગ્યા અને કેટલાક રીંછ, ભલ્લ, હાર, વાઘ અને બિલાડાનાં રૂપને ધારણ કરીને તેઓને ભય પેદા કરવા લાગ્યા. આટલું કર્યું તોપણ તે રાજપુત્રો ક્ષોભ ન પામ્યા. આથી તે વાણમંતરોએ કૈકસી' માતાને, રત્વશ્રવા' પિતાને અને ‘ચંદ્રણખા' બહેનને વિદુર્વાને તથા તેમને બાંધીને એકદમ તે ત્રણે રાજપુત્રોની સમક્ષ નાખ્યાં. માયામય તે રત્વશ્રવા, વિગેરે કે જેઓનાં નેત્રમાંથી આંસુઓ ખરી રહ્યાં છે, તેઓ કરુણ સ્વરે આ પ્રમાણે આજંદ કરવા લાગ્યા કે:
શિકારી વડે જેમ તિર્યંચો બાંધી હણાય, તેમ આ કોઈ નિર્દય અને નિર્લજ્જો દ્વારા તમારા જોતા છતાં અમે હણાઈ રહ્યા છીએ, માટે વત્સ દશલ્વર ! તું ઊઠ, ઊઠ અને રક્ષણ કર ! અમારો એકાંત ભક્ત તું ઉપેક્ષા કેમ કરે છે ? તેં બાલ્યાવસ્થામાં પોતાની મેળે જે રીતે