________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
૫૬
માટે કેવો ત્યાગ જોઈશે ? મોક્ષની સાધના માટે કરવામાં આવતા ત્યાગ માટે આંખો મીંચીને બૂમો પાડનારાઓ, આ બનાવ ઉપર ખૂબ કાળજીપૂર્વક વિચારણા ચલાવે અને સત્યના જિજ્ઞાસુ બને, તો ઘણું ઘણું પામી શકે. શ્રી જૈનશાસનને પામ્યા છતાં જેઓ સત્ય નથી સમજી શકતા, અગર સત્યને સમજવાની દરકાર કર્યા વિના યથેચ્છપણે લખી-બોલી રહ્યા છે, તે ભયંકર કમનસીબીના જ ભોગ થયેલા છે, એમાં એક રતિભર શંકા નથી.
સ્ફુરાયમાન સત્ત્વ અને વિદ્યાસિદ્ધિ
ભયંકર કર્મને જોવા છતાં પણ, જાણે જોયું જ ન હોય તે રીતે, તે રાજપુત્રોને સમાધિમાં અક્ષુબ્ધ રહેલાં જોઈને તે યક્ષકિંકર વાણમંતરોએ માયાથી રાવણના ભાઈઓનાં મસ્તકો રાવણની આગળ પાડ્યાં અને રાવણનું મસ્તક ‘કુંભકર્ણ’ અને ‘બિભીષણ'ની આગળ પાડ્યું. આથી કોપના યોગે શ્રી ‘કુંભકર્ણ’ અને ‘બિભીષણ' કંઈક ક્ષોભ પામ્યા. આ ક્ષુબ્ધતાનો હેતુ બતાવતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી ત્રિષષ્ટિ-શલાકાપુરુષ-ચરિત્રમાં લખે છે કેઃ
‘ગુરુમતિસ્તમ હેતુ-ને પુનઃ સ્વત્વસત્ત્વતા !''
“તે ક્ષુબ્ધતામાં હેતુ ગુરુભક્તિ છે, પણ સ્વલ્પસત્ત્વતા નથી.”
વાત પણ ખરી છે કે આવા પરાક્રમી પુરુષો માટે સ્વલ્પ સત્ત્વતાની કલ્પના પણ ભયંકર છે. આવા પરાક્રમી પુરુષોની ક્ષુબ્ધતા માટે હેતુ કંઈ સામાન્ય ન જ હોય. આ રીતે ‘શ્રી કુંભકર્ણ’ અને ‘શ્રી બિભીષણ' ક્ષોભ પામ્યા પણ પરમાર્થના જાણનાર અને તે અનર્થને નહિ ચિંતવનાર શ્રી રાવણ તો વિશિષ્ટ પ્રકારના ધ્યાનમાં નિષ્ઠ થઈને મેરુ પર્વતની માફક નિશ્ચળ થયા. આ નિશ્ચળતાના પ્રતાપે આકાશમાં દેવતાઓની ‘સારું-સારું’ આ પ્રમાણેની વાણી થઈ, અને તેથી ચક્તિ થયેલા યક્ષકિંકરો એકદમ નાસી ગયા.'