________________
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ
જ હરણની ખાણ જ્ઞાની શ્વાસોચ્છવાસમાં તેટલાં કર્મ ખપાવે, એ વિચારવાની દરકાર તેઓ શું કામ કરે ? કારણકે તેમ કરવાથી, સ્વચ્છેદ વર્તન ઉપર મોટો અંકુશ મૂકાય છે. શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે કે તે જ્ઞાની શ્વાસોચ્છવાસમાં તેટલાં કર્મ ખપાવે છે કે જે જ્ઞાની
‘હું ગુત્તો મન, વચન અને કાયાથી ગુપ્ત હોય,
પણ નહિ કેમન, વચન અને કાયાને યથેચ્છ રીતે પ્રવર્તાવનારો હોય. આ બધું બરાબર વિચારવું જ જોઈએ અને વિચારાય તો જ સાચું તત્વ હસ્તગત થઈ શકે.
ત્યાગ જીવનની પીઠિકા વળી, સંયમ અંગીકાર કર્યા પછી અનુમતિ લઈને પ્રભુએ વિહાર કર્યોઆવી વાત સાંભળી અનુમતિની યદ્વા-તદ્ધ વાતો કરનારાઓએ પણ બહુ જ વિચારવા જેવું છે. એ પ્રસંગની વાતથી જો કોઈ આજ્ઞા સાબિત કરવા માગતું હોય, તો તે કોરી અજ્ઞાનતા સિવાય બીજું કશું જ નથી. વસતીના માલિકને પૂછીને મુનિવરો વિહાર કરે, એનો અર્થ એ નથી કે વસતીના માલિકની આજ્ઞા સિવાય મુનિવરોથી વિહાર ન જ થઈ શકે ! તેમ ભગવાને અનુમતિ લઈને વિહાર કર્યો એનો અર્થ પણ એ નથી જ કે કુટુંબીઓ હા પાડે તો જ ભગવાન વિહાર કરી શકે, નહિ તો ન જ કરી શકે. ભગવાન શ્રી મહાવીરે વિહાર કર્યા પછી શ્રી નંદીવર્ધને શું કર્યું છે, એ તો સહુને ખબર જ છે ને ? ભગવાનને વિહાર કરતા જોઈ, શ્રી નંદીવર્ધન, કે જે ભગવાન, શ્રી મહાવીરદેવના મોટાભાઈ થાય છે, તેઓ અશ્રુભરી આંખે કરુણ સ્વરે શું બોલ્યા, એ જાણો છો ને ? તો ભગવાનને ઉદ્દેશીને નરપતિ શ્રી નંદીવર્ધન કહે છે કે