________________
મળેલી સામગ્રી ખસી જાય. વળાવાથી સાવધ રહેવાનું. વળાવાને ખાવાનું દેવાય, પીવાનું દેવાય, રાજી પણ રખાય, પણ અસલ માલ બતાવાય નહિ. એની જાત કઈ? જેમાં ચોર પાકે છે એ.
વાઘને પાળનારો વાઘને રમાડે, પણ પોતાની ચામડી ન ચાટવા દે, કેમકે વાઘમાં એ ગુણ છે કે ચાટતાં-ચાટતાં મીઠાશ લાગી કે દાંત બેસાડતાં વાર ન કરે. તેમ જડ તે જડ જ પુદ્ગલ તે પુદ્ગલ જ ! આથી જ પાપને લોખંડની બેડી કહેવાય છે, ત્યારે પુણ્યને સુવર્ણની બેડી કહેવાય છે, માટે તેનાથી કામ લેવાય તેટલું લેવું. ધર્મ સાધવા માટે શરીરની રક્ષા કરવી એ ઠીક છે, પણ જ્યારે ખબર પડે કે હવે આ શરીર ધર્મથી વિરુદ્ધ જવાની તૈયારીમાં છે, ત્યારે તે મૂકી દેવું એ જ યોગ્ય છે. એથી જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે અગ્નિમાં પ્રવેશ કરીને મરવું સારું, પણ શીહીન થઈને જીવવું એ સારું નથી. શરીરને સાચવવાના નામે ધર્મહીનતા ન આવી જાય, એની પૂરતી કાળજી રાખવાની છે. ધર્મસાધનાના નામે શરીરના સેવક બની બેઠા, તો પરિણામ ઘણું જ ભયંકર આવશે કારણકે શરીરનો મોહ અનેક અનર્થોનું મૂળ છે. પ્રથમ સંતાનના સ્વામી શ્રી તીર્થંકરદેવોએ તે દ્વારા શું સાધ્યું? મુક્તિ જ. પણ તે શરીર દ્વારા તે પુણ્ય પુરુષો મુક્તિ ક્યારે સાધી શક્યા ? સેવક બન્યા ત્યારે કે માલિક બન્યા ત્યારે ? એ ખાસ વિચારજો!
“જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કર્મ ખપાવે જેહ,
પૂર્વકોટિ વરસો લગે, અજ્ઞાની કરે તેહ.” પૂજામાં આવતા આવા કથનને વળગી, આજે ઘણાઓ કેવળ શુષ્ક જ્ઞાન દ્વારા મન, વચન અને કાયા ઉપર અંકુશ મૂક્યા વિના, મુક્તિને સાધવાની વાતો કરે છે કારણકે તેઓને તો આગમના કથનની પરવા કર્યા વિના, પોતાને મનફાવતું અંગીકાર કરવું છે. એટલે કયો
ધર્મશૂર બનવા કર્મચૂર બdવું જ જોઈએ ?..૩
૬૫ રાક્ષશવંશ
અને વાનરવંશ