________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
૬૨
જૈન રામાયણઃ રજોહરણની ખાણ ભાગ્યશાળી એ કમાય છે અને તમે શાના ભાગ માગો છો? ભાઈઓ જ્યારે ઈર્ષ્યા કરતા ત્યારે ધનાજી વિચારતા કે ‘મારા નિમિત્તે ધમાધમ કરે છે.' એટલે તરત પહેરેલ કપડે નીકળી જ્યા. તમે નીકળો? જ્યાં જાય ત્યાં ધન તૈયાર, એ નીકળ્યા કે ઘર ખાલી. ભાઈઓ તથા મા-બાપ પાછા ભિખારી બન્યાં. પોતે જ્યાં ગયા ત્યાં સારી સ્થિતિ પામ્યા છે. ત્યાં પોતાના કુટુંબને આ દશામાં જોઈને માતા-પિતાદિના પગમાં પડે છે અને ફરી બધાને સાથે રાખે છે. ત્યાં પણ ભાઈઓ ભાગ માગે છે. ધનાજી ત્યાંથી પણ ભાગી જાય છે. જ્યાં જાય ત્યાં ધન તૈયાર. પુણ્યાનુબંધી પુણ્યના એ માલિક છે. ચિંતામણી મળ્યું છે. પણ તે છેડે બાંધેલ છે કદી છોડ્યું નથી. તમને મળે તો શું કરો ? ન કહેવું સારુ. કહું તો સહન નહિ થાય. આટલામાં તો આંખો ઊંચી થાય છે અને છાતી વેંત વેંત કૂદે છે, તો અધિક મળે તો શું થાય ? ચિંતામણિની તો વાત જ શી ? પુણ્યાનુબંધી પુણ્યવાળા એ આત્માઓ જે ભોગાદિકને સેવતા, તે પણ હેય માનીને ! પાપને પાપ માનતા, માટે તો ભોગ સેવતાં છતાં પણ તેટલા બંધાતા નહોતા.
શ્રી જંબૂકુમાર કેટલા પુણ્યશાળી ? આઠ કન્યાઓ સાથે વિવાહ થઈ ગયો છે. ભગવાન શ્રી સુધર્માસ્વામી મળ્યા, પહેલી જ દેશનામાં ભાવના ફરી, આવું છું, કહીને ઘર તરફ ચાલ્યા, પણ દરવાજા સુધી આવ્યા ત્યાં પરચક્રના ભયની વાત સાંભળી એમને થયું કે વખતે ફસાઉ અને પ્રાણનાશ થાય તો આધાર શો ? પાછા આવીને ભગવાન શ્રી સુધર્માસ્વામીજીને કહ્યું કે ‘ચોથું વ્રત આપો.' ચોથું વ્રત લેઈ ઘેર આવ્યા. માતા-પિતાને કહ્યું કે
‘મને આજ્ઞા આપો મારે દીક્ષા લેવી છે.’
મા-બાપને એકનો એક દીકરો છે. નવ્વાણું ક્રોડ સોનૈયાના માલિકના છોકરાએ આ હ્યું, એટલે મા-બાપને લાગે તો ખરું ! પણ એ ભગવાન શ્રી મહાવીરદેવના ભક્ત હતા. એમણે જંબૂકુમારને કહ્યું