________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
૫૮
તકલીફ નથી વેઠતું ? કોણ તિરસ્કાર નથી સહન કરતું ? બોલવા જોગ ન હોય તેના પગમાં પણ કોણ નથી પડતું ? કહેતી પણ છે કે ગરજે ગધેડાને બાપ કહે છે. વ્યવહારમાં બધી કાર્યવાહી સીધી અને અહીં બધું પોલું ! કારણ એ જ કે વસ્તુ પ્રત્યેના સદ્ભાવની ખામી છે. વ્યવહારના એ ગુણો અહીં કેળવો, તો સહેલાઈથી તારક વસ્તુની પ્રાપ્તિ થાય. ક્ષમા : મોટાઓની મહાનતા છે
શ્રી રાવણને પોતાની ધીરતાના યોગે અને સામર્થ્યના પ્રતાપે વિદ્યાસિદ્ધ થયેલ જોઈને, તે જંબુદ્રીપપતિ ‘અનાદ્યતે' પણ શ્રી રાવણની પાસે ક્ષમા માગી. આ પ્રસંગે કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
‘મહતામવરાદ્ધે હિં, પ્રભિષાતઃ પ્રતિદ્વિદ્યા '' ‘મોટાઓના અપરાધની પ્રતિક્રિયા, ખરેખર પ્રણિપાત-નમસ્કાર છે.' નમસ્કારની સાથે જ મહાપુરુષો પોતાના પ્રત્યેના અપરાધને ભૂલી જાય છે, પણ પ્રણિપાત હૃદયનો હોવો જોઈએ, નહિ કે દંભથી ભરેલો. જો સાચા નમસ્કારથી પણ ગુસ્સો ન જ શમે, તો મોટાપણામાં ખામી આવે છે. ક્ષત્રિયો ગમે તેવા દુશ્મનને પણ, જો તે તણખલું મુખમાં ઘાલી સામે આવે, તો તેને પકડે નહિ, ભલે એ ગમે તેવો અપરાધી હોય. પૃથુરાજ ચૌહાણે, સાત-સાત વાર મુસલમાન સેનાપતિને પકડ્યા હતા, પણ સામાએ નમવાથી મૂકી દીધા હતા. ક્ષત્રિયવટને નહિ જાણનારાઓ કહેતા કે “આ તો નાદાન લોક છે” તોયે પૃથુરાજ કહેતો કે “નમે તેને ન મરાય.” ક્ષત્રિય જાતિની એ નીતિ છે કે પડેલા પર પાટું ન મારે. દુર્યોધન અને ભીમ વચ્ચેના યુદ્ધ પ્રસંગે કૃષ્ણજી પણ ત્યાં હતા. ક્યાં પ્રહાર કરવાથી દુર્યોધન મરાશે, એ કૃષ્ણજીએ ભીમને બતાવ્યું. ભીમે ઢીંચણ પર બરાબર પ્રહાર કરવાથી દુર્યોધન પડ્યા. કોપના આવેશમાં ભીમે દુર્યોધનને તે વખતે એક લાત મારી. એ જોઈને બલભદ્રજીને ઘણો ગુસ્સો આવ્યો. પડતા પર પાટું ? ક્ષત્રિયધર્મનું ખંડન કરનારને જીવતા