________________
તે જ વખતે અમે તને વશવર્તિની છીએ.' આ પ્રમાણે ઉચ્ચ સ્વરે બોલતી અને આકાશને પ્રકાશિત કરતી, એક હજારે વિદ્યાઓ રાવણની પાસે આવી. 'પ્રજ્ઞપ્તિ, રોહિણી, ગૌરી, ગાંધારી, નભ:સંચારિણી, કામદાયિની, કામગામિની, અણિમા, લધિમા, અક્ષોભયા, મન:સ્તંભનારિણી, સુવિધાના, તપોરૂપા, દહની, વિપુલોદરી, શુભપ્રદા, રજોરૂપા, દિનરાત્રિવિદ્યાયિની, વજોદરી, સમાકૃષ્ટિ, અદર્શની, અજરામરા, અતલસ્તંભની, તોયસ્તંભની, ગિરિદારણી, અવલોકિની, વલ્ડિ, ઘોરા, ધીરા, ભુજંગિની, વારિણી, ભુવના, અવંધ્યા, દારુણી, મદનાશિની, ભાસ્કરી, રૂપસંપન્ના, રોશની, વિજ્યા, જ્યા, વર્ધની, મોચની, વારાહી, કુટિલાકૃતિ, ચિત્તોદભવકરી, શાંતિ, કૌબેરી, વશ કારિણી, યોગેશ્વરી, બલોત્સાહદા, ચંડા, ભીતિ, પ્રઘર્ષિણી, દુનિવારા,
méપકારિણી અને ભાનમાલિની' ઇત્યાદિ મહાવિદ્યાઓ પૂર્વના પુણ્યકર્મથી મહાન આત્મા રાવણને થોડા જ દિવસોમાં સિદ્ધ થઈ ગઈ કુંભકર્ણને ‘સંવૃદ્ધિ જૈભણી, સહારિણી, વ્યોમગામિની અને ઈંદ્રાણી' આ પાંચ વિઘાઓ સિદ્ધ થઈ અને ‘બિભીષણ' ને ‘સિદ્ધાર્થી', શત્રુદમની, નિર્ચાઘાતા અને ખગામિની' આ ચાર વિદ્યાઓ સિદ્ધ થઈ.
આ રીતે શ્રી રાવણ હવે વિદ્યાસિદ્ધ બન્યા. આ વિદ્યાની સાધના દુશ્મનોના સંહારના ઇરાદાથી કરવામાં આવી છે, એટલે એની સાધના માટે કરવામાં આવેલું ધ્યાન, તે કંઈ સંસાર-નાશક ધ્યાન નથી. આજ ધ્યાન જો મુક્તિના ઇરાદે થાય, તો તે સંસારનાશક ગણાય. તમારું ધ્યાન પણ ક્યાં કમ છે ? વેપાર વખતે તમારું કેવું ધ્યાન હોય છે? મોટર વિગેરેના ઘોંઘાટમાંય તમે કેવા સ્થિર રહી શકો છો ? એવા ઘોઘાટમાંયે કાપડિયો ગજનું સવાગજ કાપે નહિ અને પૈસા લીધા વિના માલ આપે નહિ. શ્રી રાવણનું પણ તે ધ્યાન મુક્તિ માટે નહોતું, એટલું જ નહિ પણ સંસારની સાધના માટે હતું. સંસારની સાધના માટે આજ પણ કોણ
ધર્મશર બનવા કર્મચૂર બનવું જ જોઇએ ?...૩
પ૭ રાક્ષશવંશ
' અને વાનરવંશ