________________
મહાહારને કંઠમાં સ્થાપન કર્યો, તે તારું બાહુબળ અને તે તારો અહંકાર આજે ક્યાં ગયાં ? હે કુંભકર્ણ ! શું તું પણ અમારા વચનને નથી સાંભળતો, કે જેથી દીન મુખવાળા એવા અમને તું ઉદાસીનની માફક જોયા કરે છે ? હે બિભીષણ ! જે તું એક ક્ષણવાર પણ ભક્તિથી વિમુખ નથી થયો, તે તું હાલમાં દુર્દેવે ફેરવી નાખ્યો હોય એમ કેમ જણાય છે ?' માતા-પિતા આદિનો આવો વિલાપ જોવા છતાં પણ તે ત્રણે રાજપુત્રો સમાધિથી ચલાયમાન ન થયા.
ભયંકર કમનસીબી
માત્ર આ લોકમાં જ ઉપયોગમાં આવનારી દુન્યવી વિદ્યાઓ સાધવા માટે કઈ મક્ખતા છે, તે જુઓ. તમને પણ થોડોઘણો અનુભવ તો હશે. ઘણાંએ મા-બાપો, પોતાના દીકરાને કહે છે કે “ભાઈ ! જરા બેસ તો ખરો !' ત્યારે પેલો કહે ‘મારે કામ ઘણું છે, બેસવાનું હોય ?' ત્યાં ધૂનન થાય. જ્ઞાનીએ કહ્યું કે અનંતા ભવમાં આવાં ધૂનન કર્યાં, વર્તમાનમાં પણ થઈ રહ્યાં છે અને ભવિષ્યમાં પણ, આમને આમ ચાલે તો ઘણાંએ કરવા પડશે તમે ઘણાંને રોવરાવીને આવ્યા છો તમારી ખાતર અનંતા રોયાં છે એમનાં આંસુ જો ભેગાં કરો તો માય નહિં આવી રીતના દુન્યવી સ્વાર્થ માટે તો ધૂનન ઘણા કર્યાં. માટે જ્ઞાનીઓ કહે છે કે એકવાર અમારા કહેવાથી કર્મધૂનન માટે કરી જુઓ.
આટલું-આટલું કરવા છતાં પણ જ્યારે તે ત્રણે રાજકુમારો ચલાયમાન ન થયા, ત્યારે તે યક્ષ કિરોએ માતા, પિતા અને ભગિનીનાં મસ્તકોને તેમની આગળ છેદી નાંખ્યાં. પોતાની આગળ થઈ રહેલા આવા ભયંકર દુષ્કર્મને જોવા છતાં પણ, જાણે ન જોઈ શકતા હોય તેમ, ધ્યાનાધીન ચિત્તવાળા બનેલા તે ત્રણે રાજકુમારો સહેજ પણ ક્ષોભ ન
પામ્યા.
ખરેખર, આવી મક્કમતાભરી સ્થિરતા અને ધીરતા જો મોક્ષની સાધના માટે આવી જાય તો, મોક્ષ સ્હેજ પણ દૂર રહે નહિ. વિચારો કે દુનિયાની સાધના માટે આટલા ત્યાગની જરૂર છે, તો મોક્ષની સાધના
૫૫
રાક્ષશવંશ અને વાનરવંશ
ધર્મશૂર બનવા કર્મશૂર બનવું જ જોઇઅ ?...૩