________________
કામાસક્ત આત્માઓની કેવી ભયંકર દશા હોય ? એ ઉપસર્ગ કરવા આવેલી દેવીઓના કામક કથન ઉપરથી સમજી શકાય તેમ છે! મનુષ્યો સમક્ષ દેવયોનિમાં ઉત્પન્ન થયેલા આત્માઓ પણ કેવાં દીન વચનો ઉચ્ચારે છે ? ખરેખર, કામદેવની આધીનતા ઘણી જ ભયંકર નીવડે છે. દેવીઓ પોતાની સાથે ક્રીડા કરવાનું આમંત્રણ કરે છે, અને તે પણ ક્યાં સુધી? સામાની ઈચ્છા મુજબ ! પોતે ગુલામી સ્વીકારવાની કબૂલાત આપે છે ! ‘આપની ઈચ્છા હોય તે સ્થાનમાં અને આપની રુચિ પ્રમાણે, પણ આપ અમારી સાથે ક્રીડા કરો !' આ ઓછી પરાધીનતા છે ? આત્માઓ જેટલી અર્થકામની ગુલામી ભોગવે છે, તેવું મોક્ષના ઇરાદાથી ધર્મ સેવામાં આત્મસમર્પણ કરી દે, તો કેવું સુંદર પરિણામ આવે ? પણ એ ઘણું જ દુષ્કર છે. આ સ્થળે આપણે એ જોવાનું કે દેવીઓના આટલા આગ્રહ છતાં નિશ્ચળ ધ્યેયવાળા તે ત્રણે વીરોએ પોતાની ઇંદ્રિયો ઉપર કાબૂ કેટલો કેળવ્યો હશે ? જોકે આ કાબૂ પ્રશંસાપાત્ર નથી, કારણકે તે સંસારની સાધના માટે છે ! સંસારસાધક અનુષ્ઠાનોની પ્રશંસા શી ? એ ત્રણે વીરો ચલાયમાન થયા નહિ, કારણકે એમનું ધ્યેય વિદ્યાની સાધનાનું હતું.
આ કારણે "सकाममिति जल्पन्त्योऽनल्पधैर्येषु तेषु ताः । विलक्षा जजिरे यक्षा-स्तालिका नैकहस्तिका ॥११॥"
‘આ પ્રમાણે ઘણા પૈર્યને ધરનારા તે ત્રણે રાજપુત્રો સમક્ષ કામનાપૂર્વક બોલતી તે યક્ષિણીઓ વિલખી થઈ ગઈ, કારણકે “તાળી એક હાથે પડતી નથી.'
અતાદત દેવનો કોપ તે પછી જંબૂઢીપપતિ ‘અનાધૃત' નામના તે યક્ષે પોતે જાતે આવીને ત્રણે રાજપુત્રોને કહયું કે :
‘ભોળા' એવા તમે આ કષ્ટચેષ્ટિત કેમ આરંભ્ય છે? હું માનું છે' કે લેઈપણ અપ્રામાણિક અને દુષ્ટાત્મા પાખંડીએ તમારું અકાળે મૃત્યુ
ધર્મશૂર બનવા કર્મચૂર બનવું જ જોઈએ ?....૩
પ૩ રાક્ષશવંશ
અને વાનરવંશ