________________
જૈન રામાયણ પ ૨
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
- ર રજોહરણની ખાણ કરવા માટે પોતાની સ્ત્રીઓને મોકલી. દેવીઓ પણ કામાસક્ત ! વિષયકષાયનો પ્રભાવ એવો છે કે એમાંથી દેવતાઓ પણ બચી શકતા નથી. ખરેખર, વિષયની ભયંકરતા અજબ છે. તે ત્રણે ભાઈઓના ક્ષોભ માટે આવેલી તે સ્ત્રીઓ તેઓના અતિ સુંદર રૂપથી પોતાના સ્વામિના શાસનને ભૂલી અને તેમને નિરખીને પોતે જ ક્ષોભને પામી ગઈ. દેવીઓ ક્ષોભ પામી તે છતાં પણ આ ત્રણ ભાઈઓ તો પોતાની સાધનામાં જ લીન છે.
વિચારો કે દૂનિયાની સાધના માટે પણ કેટલો ત્યાગ કરવો પડે છે? દુનિયાની વિદ્યાઓ માટે આ ત્યાગ હતો! આ એક જિંદગીને માટે ત્યાગ હતો ! રાજ્યઋદ્ધિ આદિને પ્રાપ્ત કરવા માટે આ વિદ્યાઓની સાધના હતી ! જે વિદ્યાઓ નરકે તાં બચાવ ન કરી શકે, તે વિદ્યાઓની સાધના ખાતર આ ત્યાગ હતો ! તમને બધાને તો ખાત્રી હશે કે જેની પૂંઠે તમે પડ્યા છો તે તમારી પાછળ આવવાનું હશે! તમારે વૈરાગ્યને છેટો કરવો છે કે નિફ્ટ ? બાલ્યકાળ રમવામાં ગયો, જુવાની ભોગમાં ગઈ, પણ હવે શું છે ? રમત અને ભોગમાં તો ક્ષીણ થઈ ગયા. બધો કસ ત્યાં જ ખર્ચવો ધાર્યો છે?
પોતે ક્ષોભ પામવા છતાં તે ત્રણે રાજપુત્રોને નિર્વિકાર, સ્થિરાકાર અને મૌન રહેલા જોઈને સાચે જ કામના આવેશને આધીન થયેલી તે દેવીઓ બોલી કે :
અરે, ઓ ધ્યાનમાં જડ જેવા થઈ ગયેલા વીરો, યત્નપૂર્વક અમારી સામે તો જુઓ ! દેવીઓ પણ આપને વશીભૂત થઈ ગઈ છે !” આથી બીજી તમારા માટે કઈ સિદ્ધિ છે? હવે વિઘાસિદ્ધિ માટે યત્ન શું કામ ? હવે આવા ફલેશ કરવાથી સર્યું. વિઘાઓ દ્વારા તમે શું કરશો ? અમે દેવીઓ તમને સિદ્ધ થઈ છીએ. સિદ્ધ થયેલી એવી અમારી સાથે દેવો સમાન આપ, આપની સ્વેચ્છાએ ત્રણે જગતના રમણીય પ્રદેશોમાં રુચિ પ્રમાણે રમો !”