________________
“મનું માતર્વિષાદેન, ન વેલ્સિ સુતવિશ્ચમમ્ ??”
“હે માતા ! વિષાદ કરીને સર્યું આપ જરાપણ ખેદ ન કરો આપને પુત્રોના પરાક્રમની ખબર નથી."
આ પ્રમાણે સામાન્ય સ્વરૂપે કહીને, હવે વિશેષ પ્રકારે કહેતાં બિભીષણ માતાને શાંત કરવા માટે જણાવે છે કે “હે માતા ! આ પૂજ્ય અને પરાક્રમી શ્રી દશમુખ (રાવણ) આગળ ઇંદ્ર કોણ, વૈશ્રવણ કોણ અને બીજા વિઘાધરો પણ કોણ માત્ર છે? પરાક્રમી એવા વડીલ બંધુની સામે પોતાની જાતને સુભટ માનનાર એક પણ ટકી શકે તેમ નથી. આ તો સૂતેલો સિંહ જેમ હાથીની ગર્જના સહન કરે, તેમ આજ સુધી અજાણ એવા મારા વડીલબંધુ શ્રી દશમુખે શત્રુઓના કબજામાં રહેલું લંકાનું છે રાજ્ય સહન કર્યું છે. પૂજ્ય શ્રી દશગ્રીવ તો દૂર રહો, પરંતુ પૂજ્ય કુંભકર્ણ કે પણ બીજા માસુભટોનો સંપૂર્ણપણે નાશ કરવાને સમર્થ છે. વધુમાં, તે માતાજી ! આર્ય કુંભકર્ણે ય દૂર રહો, હું પણ તે બંધુઓના આદેશથી જ શત્રુઓનો અકાળે વજના પાતની માફક સંહાર કરવાને સમર્થ છું.
આ પ્રમાણે સાંભળીને, હવે શ્રી રાવણ પણ દાંતોથી હોઠોને કરડતો થકો બોલ્યો કે :
“હે માતા ! ખરેખર, તું વજના જેવી કઠિન છે, કે જેથી આવું દુ:શલ્ય ચિરકાળ સુધી હદયમાં ધરી શકી છે ! તે ઈંદ્રાદિક શત્રુઓને તો હું એક જ હાથના બળથી હણી નાખું તેમ છું. શસ્ત્રાગસ્ત્રી કથા દૂર રહો, કારણકે વસ્તુત: મારી આગળ તે સઘળા તરણા સમાન છે, અને જોકે સઘળા શત્રુઓને હું ભુજાના પરાક્રમથી જીતવાને સમર્થ છું, તોપણ કુળપરંપરાથી ચાલી આવતી વિદ્યાશક્તિ તો મારે સાધવી જોઈએ. આથી હું સર્વ પ્રકારે તે નિરવઘ વિઘાઓને સાધીશ. માટે હે માતા ! આજ્ઞા આપો, કે જેથી હું બંધુઓની સાથે વિદ્યાઓની સિદ્ધિ માટે જાઉં!
આ પ્રમાણે કહી, નમસ્કાર કરીને માતા-પિતા દ્વારા મસ્તક ઉપર
'ધર્મજૂર બનવા કર્મશૂર બ4વું જ જોઈએ ?...૩
૪૯ રીક્ષશવંશ
અને વાનરવંશ