________________
ઉપર તારા બંધુઓની સાથે બેઠેલા એવા તને ક્યારે જોઈ શકશે? અને તારા કારાગૃહમાં નિયંત્રિત થયેલા તે લંકાનગરીના લૂંટારુઓને જોઈને હું પુત્રવતી માતાઓમાં શિરોમણિભૂત માતા ક્યારે થઈશ ? હે વત્સ ! આવા પ્રકારની આકાશપુષ્પના સમૂહની ઉપમાવાળા મનોરથોથી હું દરરોજ મારવાડ દેશમાં રહેલી હસલીની માફક ક્ષીણ થતી જાઉં છું.”
જુઓ, માતા શું કરે છે? માતા-પિતા ધારે તેવું પ્રાયઃ બાળકના હૃદયમાં રેડી શકે. માતા કહે છે કે લૂંટારુઓને કેદમાં પુરાયેલા જોવાના મનોરથ છે, એ ફળે તો સઘળી પુત્રવતી માતાઓમાં હું શિરોમણિભૂત થાઉં, પણ એ ક્યાંથી ફળે ? મને પુત્રવતી માનતી નથી. તમે પુત્રો છો તો ખરા, પણ આવા પુત્રોથી હું મને પુત્રવતી માનતી નથી. પુત્રો જીવે ને લૂંટારાઓ આપણી રાજધાનીમાં ઇચ્છા મુજબ ફરે, એવા પુત્રો કરતાં પુત્ર વિના રહેવું એ જ સારું. આ જો, વિચારમાં ને વિચારમાં હું સુકાઈ ગઈ લોહીથી ચુસાઈ ગઈ. મારવાડ દેશમાં પડેલી હંસલી જેવી મારી સ્થિતિ થઈ! હંસલી તો માનસરોવરમાં જીવે, પણ મારવાડમાં પાણીના જ વાંધા, ત્યાં માનસરોવર લાગે ક્યાંથી ?
આ સાંભળી રાવણ ગુસ્સે થઈ ગયો. રાવણના હૈયામાં એક પણ વિષમ ભાવના નહોતી, પણ માતાએ તે પ્રદીપ્ત કરી. રાવણ અને બીજા ભાઈઓ સાંભળે એવી રીતે માએ બધું કહો. હવે એ અગ્નિમાં કેટલાં છે! બલિદાન થાય છે, રાવણ કેવો ત્રાસ વર્તાવે છે, તે જોવાનું છે. રાવણ તથા એવા આત્માઓ નરકે જવાના હોઈ ધમાચકડી કરે છે છતાં એમના ઉત્તમપણાના યોગે અર્ધપુદ્ગલ પરાવર્તમાં મોક્ષે જવાના હોવાથી પ્રસંગે પ્રસંગે હૃદયમાં રહેલા સભાવની લહરીઓ કેવી આવી જાય છે, તે પણ જોવાનું છે.
નિયાણાનો યોગ કેવો ભયંકર છે, એ ખાસ વિચારવા જેવું છે. ધર્મના ફળ તરીકે પૌદ્ગલિક પઘર્થોની ઈચ્છા, એ ઘણી ખરાબ ઈચ્છા છે.
ધર્મશૂર બનવા કર્મશૂર બનવું જ જોઇએ ?...૩
રાક્ષશવંશ અને વાનરવંશ
'ર છે.