________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
સમૃદ્ધિવાન શ્રી ‘વૈશ્રવણ' નામના રાજાને જોયો. રાજા વૈશ્રવણને જોઈને, શ્રી રાવણે પોતાની માતાને પૂછ્યું કે “આ કોણ છે ?” આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં માતાએ કહ્યું કે “કૌશિકા નામની મારી મોટી બહેનનો અને ‘વિશ્રવા' નામના વિદ્યાધરપતિનો પુત્ર છે, તેમજ સર્વ વિદ્યાધરોમાં ઈંદ્ર સમાન એવા ‘ઇંદ્ર’ રાજાનો મુખ્ય સુભટ છે.' આ પ્રમાણે કહીને માતા પોતાના પુત્ર શ્રી રાવણને કેવી-કેવી પ્રેરણા કરે છે, તે વિચારો. વૈશ્રવણ, તે શ્રી રાવણની માતાની મોટી બહેનનો દીકરો છે એટલે પોતાનો ભાણેજ છે, છતાં કેવી-કેવી પ્રેરણાઓ કરે છે, એ ખાસ જોવા જેવું છે. ખરેખર,
૪૬
સંસારની મમતા, રાજ્યનો મોહ, ભોગતી પિપાસા, એ ઘણા ભયંકર છે. અને એ જ ભયંકર વસ્તુઓના યોગે માતા રાવણને ઉદ્દેશીને કહે છે કે :
“રાક્ષસદ્વીપ સહિત આપણી આ લંકાનગરી ઇંદ્ર રાજાએ તારા દાદાના મોટાભાઈ ‘શ્રી માલી' રાજાને યુદ્ધમાં હણીને મારા ભાણેજ્મે આપી છે ત્યારથી આરંભીને હે વત્સ ! લંકાનગરીની પ્રાપ્તિ માટે મનોરથોને કરતા તારા પિતા અહીં જ રહ્યા છે કારણકે સમર્થ શત્રુની હયાતિમાં એમ કરવું એ જ યોગ્ય છે. રાક્ષસપતિ ભીમે શત્રુઓના પ્રતિકાર માટે આપણા પૂર્વજોના પુત્ર અને રાક્ષસવંશના કંદરૂપ ‘શ્રી મેઘવાહન' રાજાને, ‘પાતાલલંકા’ અને રાક્ષસદ્વીપ સાથે લંકાનગરી અને ‘રાક્ષસી’ નામની વિદ્યા આપી હતી. એ પરંપરાથી ચાલી આવતી આપણી રાજધાનીને શત્રુઓએ હરી લેવાથી, તારા દાદા અને તારા પિતા પણ પ્રાણરહિતની માફક અત્રે રહે છે. રક્ષક વિનાના ક્ષેત્રમાં જેમ બળદો ઇચ્છા મુજબ ચરે, તેમ દુશ્મનો તે રાજધાનીમાં પોત ૢ ઇચ્છા મુજબ વિચરે છે, એ તારા પિતાને જીવતા-જાગતા શલ્ય જેવું છે. હે વત્સ ! આ તારી મંદભાગ્યા માતા ત્યાં જઈને તે પિતામહના આસન