________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
આથી તમને હું કહું છું કે ધર્મ કરવામાં પૌદ્ગલિક સુખની અભિલાષા કરશો મા ! પૌદ્ગલિક સુખ માટે ધર્મને વેચશો મા ! શ્રી જિનેશ્વરદેવ, નિગ્રંથ ગુરુ અને દયામય ધર્મ પાસે સાંસારિક સુખની માંગણી કરતા મા !
વિદ્યા સાધવા માટે રાવણનો પ્રયાસ
સારા સંયોગો પણ પુણ્યને આધીન હોય છે. પાપના ઉદયને પણ પુણ્ય તરીકે પલટાવી શકાતો નથી એમ ન માનતા પણ તેવો પુરુષાર્થ જોઈએ. પ્રયત્ન હોય તો અશુભ પણ શુભમાં પરિણમે જોકે નિયાણાના યોગે મળેલી સ્થિતિમાં પરિવર્તન શક્ય નથી. આથી જ ધર્મના ફળ તરીકે પૌદ્ગલિક સુખનું નિદાન આત્માને માટે ઘણું જભયંકર છે. વાસુદેવો અને પ્રતિવાસુદેવો તથા નિયાણું કરીને આવેલા ચક્રવર્તીઓને નિયમા એકવાર તો નરકે જવું પડે છે. પાપાનુબંધી પુણ્ય-પુણ્ય તો ખરું, પણ આખા સુધાકુંડમાં નિયાણારૂપ થોડું ઝેર મળવાથી આખો કુંડ જેમ ઝેરી બને છે, તેવી દશા અહીં પણ છે. શલાકા પુરુષ છે, આખરે નિયમા મુક્તિગામી છે, એટલે આવા જીવનમાં એ પુણ્યાત્માઓને આવતી પુણ્યવિચારોની લહરીઓ અનુપમ હોય છે. ગમે તેવા સંયોગોમાં પણ ઉત્તમ આત્માઓની ઉત્તમતા ઝળક્યા વિના રહેતી નથી. શ્રી રાવણ, રાવણ તરીકે જીવનમાં ગમે તેવા ઉત્પાતો કરનારા હોવા છતાં, નરકગામી હોવા છતાં, ઉત્તમ આત્મા તરીકેની તેમની ઉત્તમતાઓનું દર્શન, તેમના જીવનમાં થયા વિના રહેતું નથી.
૪૮
રાવણના પૂછવાથી માતા ‘કૈકસી’ રાણીએ ચિર સમયથી પોતાના હૃદયમાં રહેલા રોષને એવી રીતે વ્યક્ત કર્યો, કે જેથી ત્રણે પુત્રોના હૃદયમાં ધારી અસર થઈ અને શત્રુઓના સંહારની ભાવના જાગૃત થઈ. માતાના દુ:ખમય, ચિંતામય, શોકમય અને ઉશ્કેરનારાં વચન સાંભળી રોષથી ભયંકર નેત્રવાળા બનેલા શ્રી બિભીષણે કહ્યું કે