________________
.
જૈન રામાયણ
૬
રજોહરણની ખાણ ૪
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
પુણ્યથી મળ્યો, પણ જો પાપમાર્ગે જાય, તો માનો કે એ પુણ્ય પાપાનુબંધી છે. પુણ્યની પરીક્ષા કરજો. લક્ષ્મી પુણ્યથી મળી, પણ વિષયવિલાસમાં અને રંગરાગમાં જ તેનો વ્યય થાય, તો માનો કે એ પુષ્યમાં વિષના કણીઆ પડ્યા છે અને એ લક્ષ્મી દાન, ત્યાગ કે દુનિયાના વાસ્તવિક ભલામાં વપરાય, તો માનવું કે તેમાં અમૃતના છાંટા છે. શરીર જો ભોગમાં લીન થાય તો સમજો કે પુણ્યથી ઔદારિક દેહ તો મળ્યો, પણ એ પુણ્ય ઝેરથી મિશ્રિત છે શરીર ત્યાગમાર્ગે જાય તો માનો કે પુણ્યાનુબંધી પુણ્ય છે. પુણ્યાનુબંધી પુણ્ય હોય તો ઉત્તમભાવ આવે.
સ્ત્રી વિગેરેને જોઈ ચક્ષમાં વિકાર આવે, તો માનો કે ચક્ષુ મળી તો પુણ્યયોગે, પણ લઈ જશે દુર્ગતિમાં. કોને જુએ તો આ આંખ સફળ થાય ? શ્રી વીતરાગદેવને, નિગ્રંથ ગુરુદેવો અને એ દેવ-ગુરુના ઉપાસકને તથા આગમની આજ્ઞાના પાલકને ભક્તિપૂર્વક જોવાથી આ નેત્ર સફળ થાય છે. અને વિષયવર્ધક વસ્તુઓમાં ચોટી જતાં આ નેત્ર દુર્ગતિમાં લઈ જનાર થાય છે. પાંચ ઇંદ્રિયો માટે આ જ વાત છે. મળેલી સામગ્રીનો સદુપયોગ થાય, એ તરફ ખૂબ લક્ષ્ય રાખવાની જરૂર છે.
રાવણ વિગેરેનો જન્મ સમયે શ્રીમતી કેકસી રાણીએ શત્રુઓના આસનને કંપાવનાર અને બાર હજાર વર્ષથી પણ અધિક આયુષ્યને ધરનાર પુત્રને જન્મ આપ્યો. ઉલ્લાસ પામતી સૂતિકાની શય્યામાં અતિશય પરાક્રમી, પૃથ્વીને કંપાવતો છતો, સુકુમાર અને અતિ ઉગ્ર તથા લાલ કમળ જેવા છે પગ જેના, એવા તે પુત્ર પાસે રહેલા કરંડિયામાંથી રાક્ષસ નામની વ્યંતરનિકાયના ‘ભીમ' નામના ઇંદ્ર પૂર્વે આપેલા નવ માણિક્યોથી બનેલા હારને હાથથી ખેચી કાઢ્યો અને સાહજિક ચપળતાથી તે બાળકે તે હારને પોતાના કંઠમાં નાખ્યો. બાળકના આ સાહસિક કાર્યથી રાણી કેકસી પરિવારની સાથે વિસ્મય પામી અને પોતાના પતિ શ્રી રત્વશ્રવા' રાજાને કહ્યું કે “હે નાથ ! જે હાર પૂર્વે તમારા પૂર્વજ મેઘવાહન રાજાને