________________
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ ૪૨
આજ રજોહરણની ખાણ સ્થિરતાથી ધ્યાનમગ્ન અવસ્થામાં રહેલા રત્નશ્રવા ની પાસે, તે વખતે સુંદર અંગવાળી એક વિદ્યાધરી પોતાના પિતાની આજ્ઞાથી આવીને ઊભી રહી અને રત્નશ્રવા'ને કહયું કે “માનવસુંદરી નામની મહાવિઘા હું તને સિદ્ધ થઈ છું.” આ કથનને સાંભળી વિદ્યાસિદ્ધ થયેલા શ્રી રત્વશ્રવાએ જપમાળાને છોડી દીધી અને પોતાની આગળ ઉભેલી તે સુંદર અંગવાળી વિદ્યાધર કુમારિકાને દેખી, તે વિદ્યાધર કુમારિકાને શ્રી રત્વશ્રવાએ પૂછ્યું કે તું કોણ છે ? કોની પુત્રી છે? અને કયા હેતુથી આવી છે ?' તે કુમારિકાએ પણ પ્રત્યુત્તરમાં શ્રી રત્નશ્રવાને કહ્યું કે “અનેક કૌતુકોના ઘરરૂપ કૌતુકમંગલ નામના નગરમાં, વ્યોમબિન્દુ નામના એક પ્રસિદ્ધ વિદ્યાધરપતિ છે. તે વિદ્યાધરપતિને ‘કૌશિકા' નામની મોટી પુત્રી છે અને તે મારી મોટી બહેન યક્ષપુરના સ્વામી શ્રી વિશ્રવી નામના રાજા સાથે પરણેલી છે તથા તેણીને ‘વૈશ્રમણ' નામનો નીતિમાન પુત્ર થયો, કે જે હાલમાં ‘શ્રી ઇંદ્ર રાજાના શાસનથી લંકાનગરીમાં રાજ્ય કરે છે. હું તે કૌશિકાની કેકસી નામની નાની બહેન છું અને નૈમિત્તિકની વાણીથી મારા પિતાએ મને તમને આપેલી છે, તે કારણથી હું અહીં આવી છું." આ પ્રમાણેની વાત તે વિદ્યાધર કુમારી પાસેથી સાંભળીને શ્રી સુમાલિનો પુત્ર રત્વશ્રવા, પોતાના બંધુઓને બોલાવી ત્યાં જ તેને પરણ્યો અને ત્યાં “પુષ્પાંતક નામના નગરને સ્થાપીને ‘શ્રી કેકસી' સાથે ક્રીડા કરતાં રત્વશ્રવા ત્યાં જ રહ્યો.
હવે એક દિવસે શ્રી કેકસી' રાણીએ રાત્રિએ સ્વપ્નમાં હસ્તીના કુંભસ્થળને ભેદવામાં પ્રયત્નશીલ સિંહને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો. તેણીએ પ્રાત:કાળમાં તે સ્વપ્ન પોતાના પતિને કહયું. પ્રત્યુત્તરમાં રત્વશ્રવાએ કહ્યું કે તારે આ વિશ્વમાં એક ગર્વવાળો અને મહાપરાક્રમી