________________
-leld āpeob pe belè
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
૪૦
‘માલિ’ નામનો લંકાપતિ સહન ન કરી શક્યો અને આથી તે માલિ રાજા અતુલ પરાક્રમી એવા બંધુઓ, મંત્રીઓ અને મિત્રોની સાથે ઇન્દ્રની સાથે યુદ્ધ કરવાને માટે ચાલ્યો. ખરેખર પરાક્રમી પુરુષોને બીજો વિચાર હોઈ શકતો નથી. બીજા પણ રાક્ષસવીરો વાનર વીરોની સાથે સિંહ, હસ્તી, અશ્વ, મહિષ, વરાહ અને વૃષભાદિક વાહનો ઉપર આરૂઢ થઈને આકાશમાર્ગે ચાલવા લાગ્યા. તે સમયે દક્ષિણમાં રહેલા પણ રાસભ, શિયાળ અને સારસ વિગેરે કુળમાં વામપણાને ધારણ કરનારા થઈને ‘શ્રી માલિ' વિગેરેને વિઘ્નરૂપ થયા. બીજાં પણ અપશુકનો અને દુનિમિત્તો થયાં, એટલે સુબુદ્ધિશાળી ‘સુમાલિ' એ યુદ્ધનું પ્રયાણ કરતાં ‘માલિ’ રાજાને વાર્યો છતાંપણ પોતાના ભુજાબળથી ગર્વિત થયેલા ‘માલિ’ રાજા સુમાલિના વચનની અવજ્ઞા કરીને વૈતાઢ્યગિરિ ઉપર ગયા અને યુદ્ધ માટે ઇંદ્રને આહ્વાન કર્યું . માલીની હાર
હવે ઐરાવણ હસ્તી ઉપર આરૂઢ થયેલો, હાથથી વજ્રને ઉછાળતો, અને ‘બૈંગમિષી’ વિગેરે સેનાનાયકોથી, ‘સોમ' આદિ લોકપાલોથી, અને બીજા પણ વિવિધ શસ્ત્રોને ધારણ કરનારા વિદ્યાધર સુભટોથી પરિવરેલો રાજા ‘ઇંદ્ર' પણ રણક્ષેત્રમાં આવ્યો. જેમ આકાશમાં વીજળીરૂપ અસ્ત્રથી ભયંકર વાદળાંનો સંયોગ થાય, તેમ વીજળી જેવાં અસ્ત્રોથી ભયંકર બનેલા ઇંદ્ર અને રાક્ષસોનાં સૈન્યોનો રણક્ષેત્રમાં પરસ્પર સંઘટ્ટ થયો અને ભયંકર યુદ્ધ મચ્યું. એ યુદ્ધમાં કોઈ સ્થળે પર્વતોનાં શિખરો પડે તેમ રથો પડવા લાગ્યા, કોઈ સ્થળે વાયુથી ઊડેલાં વાદળની જેમ હાથીઓ નાસવા લાગ્યા, કોઈ સ્થળે રાહુની શંકા કરાવતાં સુભટોનાં મસ્તકો પડવા લાગ્યાં, અને એક પગ કપાઈ જવાથી જાણે લંઘાઈ ગયા હોય તેમ અશ્વો ચાલવા લાગ્યા. પરિણામે રાજા ઈંદ્રનાં સૈન્યે રાજા ‘માલી'ના સૈન્યને ભગાડ્યું. ખરી વાત છે કે કેસરી સિંહના પંજામાં સપડાયેલો બળવાન પણ હસ્તી કરે