________________
જૈન રામાયણઃ ૩૮
ભાગ-૧ શક્ષસવંશ અને વાનરવંશ
જ રજોહરણની ખાણ * ઉપર વિરાજતા શાશ્વત્ અહંત ભગવાનોની યાત્રા કરીને પાછા ફરેલા શ્રી કિષ્ક્રિધિ' રાજાએ માર્ગમાં મધુ નામના પર્વતને જોયો. બીજા મેરૂ જેવા તે પર્વત ઉપર રહેલા મનોહર વિશ્વફ ઉદ્યાનમાં રાજા કિષ્ક્રિધિનું મન રમવાને માટે અધિકાધિક વિશ્રાંતિને પામ્યું અર્થાત્ રાજા કિષ્ક્રિધિનું મન ત્યાં ચોંટી ગયું. આથી કુબેરે જેમ કેલાસ ઉપર વાસ કર્યો, તેમ પરાક્રમી એવા ‘કિષ્ક્રિધિ' રાજાએ પણ તે મધુ નામના પર્વત ઉપર કિર્કિંધપુર' નામનું નગર વસાવીને પરિવારની સાથે ત્યાં વાસ કર્યો. પ્રસંગોપાત ‘અમારું રાજ્ય શત્રુઓએ હરી લીધું છે. એમ સાંભળીને શ્રી મુકેશ' રાજાના વીર્યશાલી તે ત્રણેય પુત્રો ક્રોધથી અગ્નિની માફક જ્વલિત થયા. તેથી તે ત્રણે રાજપુત્રોએ લંકાનગરીમાં આવી યુદ્ધ કર્યું અને તે યુદ્ધમાં ‘શ્રી અશનિવેગ' રાજાએ લંકાની રાજધાની ઉપર સ્થાપન કરેલા નિર્ધાત' નામના ખેચરનો નાશ કર્યો. ખરેખર, વીરપુરુષો સાથે કરેલું વેર લાંબા કાળે પણ નાશને માટે જ થાય' એમાં કશી જ શંકા રાખવા જેવું નથી. ‘નિર્ધાત' નામના ખેચરનો નાશ કર્યા પછી “લંકાનગરી'માં ‘માલી' કે જે
શ્રી મુકેશ રાજાના પુત્ર છે, તે રાજા થયા અને કિષ્ક્રિધિનગરી'માં ‘શ્રી કિષ્ક્રિધિ' રાજાની આજ્ઞાથી તેમના મોટા પુત્ર શ્રી આદિત્યરજા' રાજા થયા.
માલી યુદ્ધના માર્ગે હવે આ બાજુએ વૈતાઢ્યગિરિ ઉપર આવેલા રથનૂપુર નગરમાં ‘શ્રી અશનિવેગ' રાજાના પુત્ર શ્રી સહસ્ત્રાર' નામના નરેંદ્રની ‘ચિત્રસુંદરી' નામની ભાર્યાના ગર્ભમાં સુસ્વપ્નરૂપ મંગલ દેખે છતે, કોઈક ઉત્તમ દેવતા દેવલોકમાંથી આવીને અવતર્યો. તે સમયે ‘ચિત્રસુંદરી' રાણીને ન કહી શકાય તેવો અને ન પૂરી શકાય તેવો, માટે જ શરીરની દુર્બળતાના કારણરૂપ શક્ર સાથે સંભોગ કરવારૂપ દોહદ થયો. આથી પોતાની પત્નીને શરીરે ક્ષીણ થયેલી જોઈ. રાજા સહસ્ત્રારથી