________________
જૈન રામાયણ ૩૦
રજોહરણની ખાણ
શક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
"मुढितौ वैरिनिधातानिर्यातं नाम खेचरम् । स राजस्थापनाचार्यो, लंकाराज्ये न्यवेशयत् ।।१।। ततो निवृत्य वैताढये-स्वपुरे रथनूपुरे ।
अमरेन्द्रोऽमरावत्या - भिवागाढशनिपः ११२॥" ‘વૈરીના ઘાતથી આનંદ પામેલો અને રાજ્યની સ્થાપના કરવામાં આચાર્ય સમા એવા ‘અશનિવેગ' નામના રાજાએ ‘નિર્ધાત' નામના વિદ્યાધરને લંકાના - રાજ્ય ઉપર સ્થાપન કર્યો અને તે પછી ત્યાંથી પાછા ફરીને, ઈંદ્ર જેમ અમરાવતીમાં આવે, તેમ વૈતાઢ્ય પર્વત ઉપર આવેલા પોતાના રથનૂપુર નગરમાં આવ્યા.'
સંસારમાં રાચેલા આત્માઓને દુર્ગતિમાં લઈ જ્યારાં કાર્યોથી પણ આનંદ થાય, એમાં કશું જ આશ્ચર્ય નથી પણ જો તે આત્મા સુસંસ્કારથી કેળવાયેલ હોય, અથવા નવો સંસંગ જો તેના ઉપર અસર ઉપજાવી શકે તેવી તે યોગ્યતા ધરાવતો હોય, તો જરૂર સર્વ પાપમય સંસર્ગોથી અલગ થઈ, ઉત્તમ આ બનોને મેળવી શકે છે, એમાં કશી શંકા નથી. આપણે જોઈ ગયા તેમ દુનિયાના દુશ્મનો સંહાર કરવાથી આનંદ પામનાર રાજા શ્રી અશનિવેગ પણ સંવેગ પામીને મુનિપણું પામે છે, એ વાતને લખતાં પરમ ઉપકારી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
“अन्येचुर्जातसंवेगो-ऽशनिवेगनृपः स्वयम् ।
सहस्त्रारे सुते राज्यं, न्यस्य दीक्षामुपाढ्ढे १११॥"
કોઈ એક દિવસે ઉત્પન્ન થયો છે સંવેગ જેને એવા શ્રી અશનિવેગ' નામના નરપતિએ પોતે પોતાના સહસ્ત્રાર નામના પુત્ર ઉપર રાજ્યનું સ્થાપન કરીને રક્ષા અંગીકાર કરી.'
મહારાજા અશનિવેગ સંવેગ પામ્યા, એટલેકે એમને સુરનરનાં સુખો દુ:ખરૂપ લાગ્યાં અને એક મોક્ષ સુખની જ ઈચ્છા જાગૃત થઈ. આવા એક ઋદ્ધિ-સિદ્ધિસંપન્ન રાજાને સંવેગ થાય, એ જ શ્રી જિનેશ્વરદેવના શાસનનો મહિમા છે. ભયંકર રૌદ્ર પરિણામના સેવનારા પણ, શ્રી જિનશાસનના યોગે સુંદર પરિણામના સ્વામી