________________
'ધર્મશૂર બનવા કર્મચૂર બનવું જ જોઈએ ?
શ્રી અશનિવેગ પણ દીક્ષિત હવે આ સ્થળે કલિકાળસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે
“Rહત્વ સુતહેન્તાર-માઘરમિવ ઢિપ: પ્રાન્તો : સમઢથનૂપુરપાધવ ??? ‘હાથી જેમ મહાવતને મારીને શાંત થાય, તેમ રથનૂપુર નગરના રાજા શ્રી અશનિવેગ પોતાના પુત્રને મારનાર અંધકકુમારને હણીને શાંત કોપવાળા થયા.'
ખરેખર, કષાયાધીન આત્માની દશા ઘણી જ ભયંકર હોય છે ! કષાયોથી બચે, એ જ ખરા ધીર આત્માઓ કહેવાય છે. વીર બનવું એ સહેલું છે, પણ ધીર બનવું એ ઘણું જ કઠીન છે. વીર જયારે આવેશને આધીન થાય છે, ત્યારે ધીર આત્મા આવેશથી અલિપ્ત રહે છે.
આગળ ચાલતાં આ રામાયણના રચયિતા સૂરીશ્વરજી ફરમાવે છે કે
ધર્મશૂર બનવા કર્મશૂર બનવું જ જોઇએ ?...૩
રાક્ષશવંશ અને વાનરવંશ