________________
ધર્મશૂર બનવા કર્મચૂર બનવું જ જોઈએ ?
કમે શૂરા તે ધમ્મ શૂરા” આવા વાક્યનું અર્થઘટન ધર્મશૂર બનવા માટે કર્મચૂર બનવું જ જોઈએ એવું કેટલાક લોકો કરે છે, પણ એવો નિયમ નથી એ અશનિવેગ રાજવીના પ્રસંગથી સ્પષ્ટ કર્યા બાદ, લંકાપતિ અને વાનરપતિ રાજવીઓની પરંપરાને વર્ણવતાં, રત્વશ્રવાનો ધ્યાનભંગ કરાવીને માનવસુંદરી વિદ્યાના રુપે કૈકસીની પ્રાપ્તિ, સ્વપ્નસૂચિત ‘રાવણ'ની ગર્ભરૂપે ઉત્પત્તિ થઈ ત્યારથી કૈકસીના હાવભાવ અને રાવણ આદિના જન્મની વિગત અહીં નોંધાઈ છે.
રાજકુળમાં ઉછરતા રાવણ આદિની માતા દ્વારા થયેલી ઉશ્કેરણી, રાવણ આદિની વિદ્યાસાધના તેઓનાં સત્ત્વ અને સિદ્ધિને બતાવવા સાથે પુણ્યાનુબંધી પુણ્યનો પ્રભાવ વર્ણવવામાં આવ્યો છે. જેમાં શ્રી ધન્નાજી, શ્રી જંબુકુમાર આદિના દૃષ્ટાંતો દ્વારા પરમકૃપાળુ પ્રવચનકારશ્રીએ પ્રકાશ પાડ્યો છે.
૩૩