________________
b-lcle
થી ર જૈન રામાયણઃ
રજોહરણની ખાણ નગરીને શત્રુઓથી ઘેરી લીધી છે, એમ જાણી યુદ્ધની અભિલાષાવાળા રાક્ષસપતિ મુકેશ અને વાનરદ્વીપના અધિપતિ 'કિષ્ક્રિધિ' નામના એ બંને વીર રાજાઓ અંધક કુમારની સાથે ગુફામાંથી જેમ સિંહો નીકળે, તેમ કિર્કિંધા નગરીમાંથી નીકળ્યા. આ બંને રાજાઓને વીરતાપૂર્વક નીકળતા જોવાથી અતિકુપિત થયેલા અને શત્રુઓને તરણાની માફક ગણતા અશનિવેગ રાજા પણ સર્વ સાધન દ્વારા યુદ્ધ કરવાને પ્રવર્યા. યુદ્ધની પ્રવૃત્તિથી રોષાધુ બનેલા અને મહા પરાક્રમી એવા અશનિવેગ રાજાએ યુદ્ધની શરૂઆતમાં ‘વિજયસિંહ રૂપ હાથીને માટે સિંહ સમા એવા “અંધક કુમારનું મસ્તક છેદી નાંખ્યું. આવેશને આધીન બનેલા ‘અશનિવેગે પોતાના પુત્રના વેરીનું મસ્તક છેદી નાંખીને આનંદ માન્યો. અને “અંધક કુમારના શિરચ્છેદથી ત્રાસ પામેલાં વાનરસૈત્યો, રાક્ષસસૈન્યો સાથે પવનના અફળાવવાથી મેઘનાં પડલ જેમ વિખરાઈ જાય તેમ દશે દિશાઓમાં નાસી ગયાં અને લંકાનગરી તથા કિષ્ક્રિઘાનગરીના નાયકો ‘સુકેશ અને કિષ્ક્રિધિ' પોતાના અંત:પુર અને પરિવારની સાથે પાતાલ લંકામાં ચાલ્યા ગયા. આવા પ્રસંગે કોઈ સ્થળે નાસી જવું, એ બચવાનો ઉપાય છે. વાત પણ ખરી છે કે બળવાનથી બચવા માટે નાસી છૂટવા સિવાય નિર્બળો માટે બીજો ઉપાય પણ કયો છે ?
રાક્ષાસવંશ અને વાનરવંશ