________________
જૈન રામાયણઃ
* ૩૦ રહરણની ખાણ
શક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
હવે કાંઈ કમીના રહે ? શ્રી વિજયકુમારને પાસે આવેલો જોઈને, શ્રી કિષિઁધિ રાજા તરફથી સુકેશ' રાજા વિગેરે અને શ્રી વિજયસિંહ તરફથી પુરુષાર્થ કરીને દુર્ધર એવા બીજા વિદ્યાધરો સામસામે યુદ્ધ કરવાને તૈયાર થઈ ગયા. દંતાદંતી યુદ્ધ કરવાને પ્રવર્તેલા હાથીઓથી આકાશમાં તણખા ઝરવા લાગ્યા, ભાલાભાલી યુદ્ધમાં સ્વારસ્વાર પરસ્પર અથડાવા લાગ્યા અને બાણાબાણી યુદ્ધમાં મહારથીઓ મરવા લાગ્યા તથા ખડ્યાખડ્યી યુદ્ધમાં સૈનિકો પડવા લાગ્યા થોડાજ સમયમાં યુદ્ધભૂમિ લોહીથી કાદવવાળી થઈ ગઈ. આ પ્રમાણે કલ્પાંત કાળની માફક ભયંકર યુદ્ધ થયું. કષાયમાં ચઢેલા, વિષયને આધીન બનેલા, દુનિયાના રંગરાગમાં અંધ બનેલા જે ન કરે તે ઓછું ! ઘણા સમય સુધી યુદ્ધ કરી ‘કિષ્ક્રિધિ' રાજાના ‘અંધક નામના નાના ભાઈએ વૃક્ષ ઉપરથી ફળ પાડે તેમ ‘વિજયસિંહના મસ્તકને બાણથી પાડી નાખ્યું. આથી વિજયસિંહના પક્ષમાં રહેલા વિદ્યાધર રાજાઓ ત્રાસ પામ્યા કારણકે નાથ વિનાનાઓમાં શૌર્ય ક્યાંથી હોય ? ખરેખર, નાયક વિનાનું સૈન્ય હણાયેલું જ છે આ રીતે દુશ્મનો નિર્બળ થઈ ગયા બાદ, સપરિવાર ‘શ્રી કિષ્ક્રિધિ' રાજા શરીરધારી જયલક્ષ્મીના જેવી ‘શ્રીમાળા' ને લઈ, ‘કિર્ડિંધા નામની પોતાની રાજધાનીમાં ચાલ્યા ગયા પણ કાંઈ યુદ્ધની પરંપરા શમે ? જર, જમીન અને જોરુના મોહ શમવા મુશ્કેલ છે. આ ત્રણની માયા છૂટે એટલા માટે તો તીર્થની સ્થાપના છે. એ ત્રણની મમતા છૂટે તો મારામારી ન જ હોય. એ ત્રણને મૂકવાનું કહેવાય તે ગમે નહિ, એનો જ આ અણબનાવ ચાલે છે. જેના ફંદામાં ફસ્યા તેમાંથી છૂટવાનું કહેવાય, તે સહન થતું નથી ! સંસારના બધા જીવોમાં એવી ધીરતા ન હોય. શિક્ષકની ભાવના તો બધા વિદ્યાર્થીને સારા બનાવવાની જ હોય, સોએ વિદ્યાર્થી માટે એક જ ધ્યેય હોય, પણ પાંચ-પચીસને ન રુચે તોયે શિક્ષક કહે બેસો અને સાંભળો પણ ગરબડ ન કરો. અમારો ઇરાદો