________________
જૈન રામાયણ ૨૮
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જોહરણની ખાણ સ્થાપીને અને દક્ષિા અંગીકાર કરીને મોક્ષમાં ગયા. કેવી ઉત્તમતા ? કેવી પુણ્યપરંપરા ?
એ સમયે શ્રી વૈતાઢ્યગિરિ ઉપર આવેલા રથનુપુર' નામના નગરમાં વિદ્યાધરોના સ્વામી ‘શ્રી અશનિવેગ' નામના રાજા હતા. તે રાજાને પોતાના ભુજાદંડ જેવા ‘વિજયદેવ’ અને ‘વિઘુગ' નામના બે મહા જયવંત પુત્રો હતા. તે જ પર્વત ઉપર આદિત્યપુર નામના નગરમાં “શ્રી મંદિરમાલી' નામના વિદ્યાધર રાજા હતા. શ્રી મંદિરમાલી' રાજાને એક “શ્રીમાળા' નામની કન્યા હતી. તે કન્યાના સ્વયંવરમાં શ્રી મંદિરમાલી રાજાથી બોલાવાયેલા વિદ્યાધર રાજાઓએ, જ્યોતિષ દેવતાઓ જેમ વિમાનમાં બેસે તેમ ‘મંચાઓ' ઉપર પોતાની બેઠક લીધી.
શ્રીમાલા' નામની રાજકન્યા પ્રતિહારી દ્વારા કહેવાતા વિઘાધર રાજાઓને, શુદ્ર નદી જેમ પાણી દ્વારા વૃક્ષોને સ્પર્શ કરે, તેમ દૃષ્ટિથી જોતી ક્રમે કરીને તે “શ્રીમાલા' નામની રાજળ્યાએ સઘળા અન્ય વિદ્યાધરોને છોડીને ગંગા નદી જેમ સમુદ્રમાં જાય, તેમ તે ‘શ્રી કિષ્ક્રિધિ કુમારની પાસે જઈને ઊભી રહી અને ‘શ્રી કિષ્ક્રિધિકુમારના કંઠમાં વરમાળા નાંખી. આ દશ્યને જોતાની સાથે જ સિંહની માફક સાહસપ્રિય અને ભૃકુટીથી ભયંકર મુખવાળો બનેલો શ્રી વિજયસિંહ' નામનો ‘શ્રી અશનિવેગ' રાજાનો કુમાર રોષપૂર્વક ઊંચા સ્તરથી આ પ્રમાણે બોલ્યો ‘સારી રાજધાનીમાંથી જેમ હંમેશને માટે અન્યાયના કરનારા ચોરોને કાઢી મૂકવામાં આવે છે, તેમ પહેલેથી પણ આ દુર્નયના કરનારાઓને વૈતાઢ્ય પર્વતની રાજધાનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, તો પછી આ દુર્નયકારી અને કુલાધમોને પાછા અહીં કોણે બોલાવ્યા છે ? પણ ફિકર નહિ, હવે ફરીવાર આવી શકે નહિ તે ખાતર તેઓને હું પશુઓની જેમ મારી નાખું છું.”