________________
જૈન રામાયણઃ
આ રજોહરણની ખાણ ૨૬
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
કરવામાં લીન થયા છે, તે વખતે કોઈ એક વાનરે વૃક્ષ ઉપરથી ઊતરી, ‘શ્રી ચંદ્રા' નામની તેમની પટ્ટરાણીના સ્તન ઉપર નખના ઘા કર્યા. તે જોઈ કોપથી પોતાના કેશને ઊંચા કરતા શ્રી તડિત્યેશ રાજાએ એક બાણ વડે તે વાનર ઉપર પ્રહાર કર્યો, કારણકે સ્ત્રીનો પરાભવ અસહ્ય છે. બાણના પ્રહારથી પીડિત થયેલો તે વાનર ત્યાંથી થોડેક દૂર જઈને, કાયોત્સંગમાં રહેલા એક મુનિવરની આગળ પડ્યો. ભાગ્યશાળી કે મરતાં મુનિ મળ્યા. તે મુનિવરે પણ પરલોકની મુસાફરીમાં ભાથારૂપ નવકાર મંત્ર તે વાંદરાને સંભળાવ્યો. એ વાંદરો મરીને તે નવકારના પ્રભાવથી ભવનપતિનાં અબ્ધિકુમાર નિકાયમાં દેવ થયો.
નવકારનો કેટલો મહિમા ! અર્થ વિના પણ સૂત્રમાં કેટલી તાકાત ! તેનો એ નમુનો છે. સૂત્રમાં એ મંત્રમયતા છે કે મર્મ ન જાણનારનું પણ શ્રવણ માત્રથી ભલું કર્યા વિના રહે નહિ.
અવધિજ્ઞાનથી પોતાના પૂર્વભવને જાણી, તેણે એકદમ ત્યાં આવીને ઉપકારી મુનિવરને વંદના કરી. ખરેખર, સપુરુષો માટે સાધુ એ વંદન કરવા યોગ્ય છે તેમાંય ઉપકારી તો વિશેષ કરીને વંદન કરવા યોગ્ય છે આ તરફ તડિત્યેશ રાજાના સુભટોએ સઘળા વાનરોને મારવાનું આરંભી દીધું હતું, તે જોઈને વાનરપણામાંથી મરીને દેવ થયેલો તે કોપથી પ્રજ્વલિત થયો અને મોટા વાનરોનાં અનેક રૂપો વિદુર્વા વૃક્ષો અને શિલાઓના સમૂહની વૃષ્ટિ કરતો તે રાક્ષસોને ઉપદ્રવ કરવા લાગ્યો. તે દિવ્ય પ્રયોગ છે.' એમ જાણીને રાજા તડિકેશે તેની સારી રીતે પૂજા કરી અને પૂછયું કે તમે કોણ છો અને ઉપદ્રવ કેમ કરો છો?' રાજા તડિત્યેશની પૂજાથી જેનો કોપ શાંત થઈ ગયો છે, એવા તે અબ્ધિકુમાર દેવે ઉત્તરમાં પોતાનો વધ અને નમસ્કાર મંત્રના તે પ્રભાવને કહી બતાવ્યો. આથી તે લંકાપતિ શ્રી તડિત્યેશ રાજાએ, તે દેવની સાથે તે મુનિવરની પાસે આવીને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ ! મારે આ વાનરની